ઉત્તર પ્રદેશના મિર્જાપુર જીલ્લામાં આવેલ ચુનાર રેલવે સ્ટેશન પર મોટી રેલ દુર્ઘટના થઈ છે. મળતી માહિતી મુજબ અહી રેલવે ટ્રેકને પાર કરતા અનેક મુસાફરોના મોત થઈ ગયા છે. અત્યાર સુધી મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 3 થી 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત થયા છે. વહીવટીતંત્રના અધિકારી ઘટનાસ્થળ પર છે અને રાહત તેમજ બચાવ કાર્ય ચાલી રહ્યુ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનાની માહિતી લીધી છે અને રાહત કાર્ય ઝડપથી કરવાનો આદેશ આપ્યો છે.
મુખ્યમંત્રી યોગીએ શું કહ્યું?
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મિર્ઝાપુર જિલ્લાના ચુનાર રેલ્વે સ્ટેશન પર થયેલા અકસ્માતની નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી યોગીએ SDRF અને NDRF ટીમોને ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રી યોગીએ મૃતકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ ઘાયલોને યોગ્ય સારવાર આપવા અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી છે.