11 માર્ચના રોજ સપા, બસપા, કોંગ્રેસના સૂપડા થશે સાફ - મોદી

શનિવાર, 4 માર્ચ 2017 (17:05 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દાવો કર્યો છે કે આ વખતે ઉત્તર પ્રદેશમાં બીજેપીની જ સરકાર બનશે. 11 માર્ચના રોજ આવનારા પરિણામોમાં સપા, બસપા, કોંગ્ર્રેસના સૂપડા સાફ થઈ જશે. સરકાર બની તો પ્રથમ કેબિનેટમાં જ ખેડૂતોના કર્જ માફ થશે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ અખિલેશ સરકાર પર જોરદાર હુમલો બોલ્યો. પ્રધાનમંત્રીએ કહ્યુ કે અખિલેશ યાદવનુ કામ નહી કારનામુ બોલી રહ્યા છે. 
 
મોદીના બોલ - 
 
- કેટલાક લોકો સર્જીકલ સ્ટ્રાઈકના પુરાવા માંગી રહ્યા છે. 
- રાજનીતિક સ્વાર્થ માટે કેટલાક લોકો આર્મીને પણ છોડી રહ્યા નથી. 
- વન રૈંક વન પૈશન પર કોંગ્રેસે કરી વર્ષો સુધી રાજનીતિ 
- જૌનપુરના વીર સીમા સુરક્ષામાં સૌથી આગળ રહ્યા છે.  
-અખિલેશ સૈફઈમાં વીજળી આપી રહ્યા છે. 
- કેન્દ્રના પૈસાનો યૂપીમાં થઈ રહ્યો છે દુરુપયોગ 
- અખિલેશ ગાયત્રી પ્રજાપતિ માટે પ્રચાર કરી રહ્યા છે. 
- સપા-કોંગ્રેસવાળા ગાયત્રી પ્રજાપતિ મંત્ર બોલી રહ્યા છે. 
- યૂપીની કાયદા વ્યવસ્થા સૌથી મુખ્ય મુદ્દો 
- યૂપીનુ પોલીસ મથક બની ચુક્યુ છે મહત્વનો મુદ્દો 
- યૂપીના થાના બની ચુક્યા છે સપાની ઓફિસ 
- પોલીસ મથક પણ બની ચુક્યા છે મહલ 
- બધા બાહુબલી પોલીસ મથકમાં મૌજ કરી રહ્યા છે. 
- સપાના એડેંટના રૂપમાં કામ કરી રહી છે પોલીસ 
- કાયદાથી ગભરાતા નથી સપાના લોકો 
- નોટબંધી પર સપા, કોંગ્રેસ અને બસપા એકસાથે 
- દેશને લૂટનારાઓને નોટબંધીથી થઈ પરેશાની 
- નોટબંધીથી વિપક્ષી દળોમાં મચી છે ખલબલી 

વેબદુનિયા પર વાંચો