હરિયાણામાં BJP-JJP ગઠબંધન તૂટ્યું, મનોહર લાલ ખટ્ટરે મુખ્યમંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ, લડી શકે છે લોકસભા ચૂંટણી
સરકારનુ મંત્રીમંડળ આજે આપી શકે છે સામુહિક રાજીનામુ
સમાચાર છે કે હરિયાણાની ભાજપ સરકારની કેબિનેટ આજે સામૂહિક રીતે રાજીનામું આપી શકે છે. આ પછી હરિયાણા સરકારની કેબિનેટની નવેસરથી રચના કરવામાં આવશે. જનનાયક જનતા પાર્ટીને કેબિનેટમાંથી અલગ કરવાની રણનીતિ બનાવવામાં આવી છે.
હરિયાણામાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારી
આગામી લોકસભા ચૂંટણી વચ્ચે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી કરાવવાની તૈયારી થઈ રહી છે. સૂત્રોનુ કહેવુ છે કે હરિયાણામાં જાટ સિવાય અન્ય કોઈ સીએમ બનશે. હરિયાણામાં ભાજપ અને જેજેપીનું ગઠબંધન તૂટશે. હરિયાણામાં નવેસરથી કેબિનેટની રચના કરવામાં આવશે.