પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સરકાર બનાવવામાં સફળ થઈ જાય છે તો પછી મુખ્યમંત્રી કોણ હશે. આ સવાલના જવાબને લઈને અત્યાર સુધી એવી અટકળો લાગતી રહી છે. મંગળવારે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદીયાએ એક મોટુ નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કે પંજાબની જનતાએ એવુ માનેની વોટ આપવો જોઈએ કે અહી સીએમ અરવિંદ કેજરીવાલ જ બનશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીના બીજીવાર સીએમ બન્યા પછી કેજરીવાલે કહ્યુ હતુ, "હુ હવે દિલ્હી છોડીને ક્યાય નહી જઉ"
સિસોદિયાએ શુ કહ્યુ
પંજાબ આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતા આ વાત સ્પષ્ટ કરી ચુક્યા છે કે મુખ્યમંત્રી પંજાબથી જ હશે અને પંજાબી હશે. અને મુખ્યમંત્રીના નામનુ એલાન વિધાનસભા ચૂંટણી પછી ધારાસભ્યોની મંજુરીથી કરવામાં આવશે. દિલ્હીના ડિપ્ટી સીએમ અને આમ આદમી પાર્ટીના સીનિયર લીડર મનીષ સિસોદિયાએ પંજાબના મોહાલીમાં ચૂંટણી રેલી દરમિયાન આ નિવેદન આપ્યુ કે પંજાબની જનતા કેજરીવાલના ચેહરાને જોઈને જ વોટ કરે અને આ માનીને ચાલે કે પંજાબના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ હશે. મુખ્યમંત્રી ભલે કોઈપણ હોય પણ પંજાબની જનતાને જે વચન આપવામાં આવ્યા છે તે અરવિંદ કેજરીવાલ જ પૂરા કરશે.