આર્ટ ઓફ લિવિંગના માધ્યમથી 68 ઉગ્રવાદીઓ મુખ્યધારામાં પરત ફર્યા

બુધવાર, 16 ઑગસ્ટ 2017 (14:25 IST)
મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં સ્વતંત્રતા દિવસના પૂર્વ સંધ્યા પર મંગળવારે વિવિધ ઉગ્રવાદી સમુહના 68 ઉગ્રવાદીઓએ મુખ્યમંત્રી એન બિરેનસિંહની સમક્ષ હથિયારો સાથે આયોજીત ઘર વાપસી કાર્યક્રમ હેઠળ સમર્પણ કર્યુ.. આ આત્મસમર્પણમાં આર્ટ ઓફ લિવિંગની મહત્વપૂર્ણ ભૂમિકા રહી. ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ પછી મુખ્યમંત્રીએ શ્રી શ્રી અને આર્ટ ઓફ લિવિંગનો આભાર માન્યો. 
આ 68 ઉગ્રવાદી 11 સમૂહોનુ પ્રતિનિધિત્વ કરે છે. તેમાંથી 6 કલિંગપાક કમ્યુનિસ્ટ પાર્ટી, 2 પીપુલ્સ રિવોલ્યુશનરી પાર્ટી અને અન્ય પીપુલ્સ લિબરેશન આર્મી,  સંયુક્ત રાષ્ટ્રીય લિબરેશન ફ્રંટ અને કાંગલાઈ ગ્રાવોલ કાના ગુપથી હતા 
 
14 ઓગસ્ટના રોજ થયેલ આ કાર્યક્રમમાં મણિપુરના મુખ્યમંત્રી એન બિરેનસિંહ, આર્ટ ઓફ લિવિંગના સ્વામી ભાવ્યતેજ અને દીપા દેવ સાથે રાજ્યથી સમસ્ત મંત્રીગણ અને અધિકારીગણ હાજર હતા. 
 
છેલ્લા અનેક વર્ષોથી આર્ટ ઓફ લિવિંગના દીપા દેવ અને શાંતિ મૈન્નઈ તમામ ખતરા બાદ પણ વિવિધ માધ્યમોથી ઉગ્રવાદી સંગઠનોસ આથે વાત  કરવામાં સફળ રહ્યા. તેમની સાથે જ કેટલાક અન્ય સમૂહોએ પણ શ્રી શ્રીના માર્ગદર્શનથી તેમા સહભાગીદારી કરી. 
 
મણિપુરના મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી શ્રીને ધન્યવાદ આપતા લખ્યુ કે શ્રીશ્રી રવિશંકરજી તમારા અથાક પ્રયાસો અને આશીર્વાદની દેન છે કે આજે 68 ઉગ્રવાદી મુખ્યધારા સાથે જોડાવવા જઈ રહ્યા છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર