તેમની ફાંસી પછી સમગ્ર ઉત્તર ભારતમાં વિદ્રોહ ફેલાયો
મંગલ પાંડેએ બૈરકપુરમાં બ્રિટિશરો સામે બિગલ ફૂંક્યુ હતુ, જે જંગલની આગની જેમ ફેલાવવા માંડ્યુ. વિદ્રોહની ચિનગારી મેરઠની છાવણી સુધી પહોંચી ગઈ હતી. 10 મે 1857 ના રોજ, ભારતીય સૈનિકોએ મેરઠની છાવણીમાં બળવો કર્યો. અનેક છાવણીઓમાં ઈસ્ટ ઈંડિયા કંપની વિરુદ્ધ ગુસ્સો ઉગ્ર થઈ ગયો હતો, આ બળવો સમગ્ર ઉત્તર ભારતમાં ફેલાયો. ઇતિહાસકારોનું કહેવું છે કે બળવો એટલો ઝડપથી ફેલાયો હતો કે મંગલ પાંડેને ફાંસી 18 એપ્રિલના રોજ આપવાની હતી પરંતુ 10 દિવસ પહેલા 8 એપ્રિલે જ આપી દેવામાં આવી. એવું કહેવામાં આવે છે કે બૈરકપોર છાવણીના તમામ જલ્લાદીઓએ મંગલ પાંડેને ફાંસી આપવાની ના પાડી હતી. ફાંસી આપવા માટે બહારથી જલ્લાદ બોલાવવામાં આવ્યો હતો. 1857 ની ક્રાંતિ એ ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ હતો. જેની શરૂઆત મંગલ પાંડેના વિદ્રોહથી થઈ હતી.