શુ દિનેશ શર્મા બનશે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ?

મંગળવાર, 14 માર્ચ 2017 (16:33 IST)
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીત પછી મુખ્યમંત્રીની શોધ ઝડપી બની ગઈ છે.  આ પદ માટે જે મુખ્ય નામની ચર્ચા ચાલી રહી છે તેમા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને લખનૌના મેયર ડોક્ટર દિનેશ શર્માનુ પણ નામ આગળ દોડી રહ્યુ છે. 
 
દિનેશ શર્મા પ્રધાનમંત્રી મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહના નિકટના હોવા ઉપરાંત તેઓ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ મતલબ આરએસએસના પણ પસંદગીના સમજવામાં આવે છે. 
 
લખનૌ વિશ્વવિદ્યાલયમાં વાણિજ્યના પ્રોફેસર દિનેશ શર્મા સતત બે વારથી લખનૌના મેયર છે.  
 
વર્ષ 2014માં કેન્દ્રમા6 એનડીએની સરકાર બન્યા પછી પાર્ટીએ તેમને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવા ઉપરાંત ગુજરાતનો પ્રભાર પણ સોંપ્યો. એવુ કહેવાય છે કે દિનેશ શર્મા એ ખાસ લોકોમાં સામેલ છે જેમણે પાર્ટીના અચ્છે દિનો માં સૌથી વધુ પુરસ્કાર મળ્યા. 
 
નવેમ્બર 2014માં તેમણે પાર્ટીની રાષ્ટ્રીય સદસ્યતા પ્રભારી બનાવાયા. એ સમયે બીજેપીના સભ્યોની સંખ્યા એક કરોડ હતી. હવે આ સંખ્યા 11 કરોડને પાર થઈ ગઈ છે. 
 
દિગ્ગજોના નિકટ 
 
લખનૌના વરિષ્ઠ પત્રકાર શ્રવણ શુક્લએ કહ્યુ દિનેશ શર્મા સ્પષ્ટ છબિ ઉપરાંત ખૂબ જ મિલનાસાર છે.  નરેન્દ્ર મોદીના આટલા નિકટના હોવા છતા લોકોને ક્યારેય તેનો અહેસાસ થવા દેતા નથી. 
 
મુખ્યમંત્રી પદની દાવેદારીના સવાલને દિનેશ શર્મા પાર્ટી અને સંસદીય બોર્ડ પર ટાળતા રહ્યા. છેલ્લા બે દિવસથી તેમનુ નામ ખૂબ ચર્ચામાં છે અને તેમને દિલ્હી પણ બોલાવાયા છે. 
 
સ્થાનીક લોકોનુ કહેવુ છે કે શર્માની છબિ પાર્ટીની અંદર જેવી છે તેવી બહાર પણ છે.  
 
શ્રવણ શુક્લા કહે છે કે વર્ષ 2014માં તેમણે લખનો સંસદીય સીટ પરથી ટિકિટ મળવી નક્કી થઈ ગઈ  હતી. પણ રાજનાથ સિંહની અહીથી લડવાની ઈચ્છાને જોતા તેમને પોતાની દાવેદારી પરત લઈ લીધી  અહ્તી. 
 
એટલુ જ નહી દિનેશ શર્માને કલરાજ મિશ્ર અને કલ્યાણ સિંહ જેવા દિગ્ગજ નેતાઓના પણ ખૂબ નિકટના બતાવાયા છે. 
 
મજબૂત પક્ષ 
 
- પાર્ટીનો બ્રાહ્મણ ચેહરો.. નરેન્દ્ર મોદી અને અમિત શાહની પસંદ બેદાગ અને સરળ છબિ 
- પાર્ટીની અંદર કોઈપણ પ્રકારનો હાલ વિરોધ નહી 
- મેયરના રૂપમાં પ્રશાસનિક અનુભવ 
 
 
કમજોર પક્ષ 
 
- જનાધાર નથી પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનવા છતા ચૂંટણીમાં તેમની મોટી ભૂમિકા નથી. 
- સંઘ અને એબીવીપીની પુષ્ઠભૂમિ છતા રાજનીતિનો વધુ અનુભવ નથી. માત્ર બે વર્ષ પહેલા જ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા હતા. 
 
- દિનેશ શર્મા મુખ્યમંત્રીના રૂપમાં જાહેર કરવા પાર્ટીના તમામ મોટા નેતાઓની ઉપેક્ષા કરવા ઉપરાંત આ લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવવામાં સફળ ભૂમિકા ભજવનારા નેતાઓને પણ નજર અંદાજ કરવા બરાબર રહેશે. 

વેબદુનિયા પર વાંચો