Live - સંસદ સદસ્યતા રદ્દ થતા રાહુલ ગાંધીએ તોડ્યું મૌન, જાણો શું બોલ્યા

શનિવાર, 25 માર્ચ 2023 (13:05 IST)
રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ કરવાને લઈને દેશભરમાં ભારે રાજકીય ખળભળાટ મચી ગયો છે. રાહુલને લઈને દિલ્હીથી મુંબઈ સુધી હોબાળો ચાલી રહ્યો છે. દરમિયાન આજે રાહુલ ગાંધી તેમની સભ્યપદ અને ગેરલાયક ઠરવા અંગે મીડિયા સામે આવ્યા છે.

રાહુલ ગાંધી તેમની સજા અને સંસદમાંથી અયોગ્યતા અંગે કહ્યું કે ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. અદાણીજીની શેલ કંપનીઓ છે તેમાં કોઈએ 20 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ 20 હજાર રૂપિયા કોના છે? મેં આ પ્રશ્ન પૂછ્યો.
 
રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણી અને મોદી વચ્ચેનો સંબંધ નવો નથી, ઘણો જૂનો છે. મોદી જ્યારે ગુજરાતના સીએમ બન્યા, ત્યારથી સંબંધ છે. મેં સંસદમાં પુરાવા આપ્યા, અદાણી અને પીએમ મોદીના સંબંધો વિશે વાત કરી. નિયમોમાં ફેરફાર કરીને અદાણીને એરપોર્ટ આપવામાં આવ્યું, મેં સંસદમાં આ અંગે વાત કરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર