કુલગામ મુઠભેડ - અલગાવવાદીઓએ આપ્યુ ઘાટી બંધનુ એલાન, ભારે સુરક્ષા બળ ગોઠવાયુ

સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (11:42 IST)
જમ્મુ અને કાશ્મીરના કુલગામ જીલ્લામાં રવિવારે આતંકવાદીઓ સાથે સુરક્ષા બળની મુઠભેડ પછી અલગતાવાદીઓએ સોમવારે સમગ્ર ઘાટીમાં બંધનુ એલાન આપ્યુ છે.  જેને ધ્યાનમાં રાખતા સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. ઘાટીમાં મોટી સંખ્યામાં સુરક્ષાબળ ગોઠવવામાં આવ્યા છે.  જો કે કોઈપણ સ્થાને કરફ્યુ  નથી લગાવાયો. કુલગામ જીલ્લાના ફિસલ ગામમાં રવિવારે થયેલ મુઠભેડમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમા બે જવાન શહીદ થઈ ગયા. જ્યારે કે બે નાગરિકોએ જીવ પણ ગુમાવ્યો.  આ દરમિયાન લોકો અને સુરક્ષા બળ વચ્ચે હિંસક ઝડપ પણ થઈ. જેમા 25થી વધુ લોકો ઘાયલ થઈ ગયા. 
 
પોલીસ મુજબ બે આતંકવાદી લશ્કર-એ-તૈયબા અને બે અન્ય હિઝબુલ મુજાહિદ્દીનના હતા. ઘાટીમાં દુકાનો, સાર્વજનિક વાહન અને અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાન બંધ છે. સુરક્ષા બળ સાથે મુઠભેડમાં એક અધિકારી સહિત સેનાના ત્રણ જવાન ઘાયલ થઈ ગયા જેમને પ્લેન દ્વારા શ્રીનગર સ્થિત સેનાના 92 બેસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ જવાનોની હાલત સ્થિર બતાવાય રહી છે. 
 
પોલીસ મહાનિદેશક એસપી વૈદ્યે જણાવ્યુ કે સુરક્ષા બળોએ ચાર આતંકવાદીઓને મારીને મુખ્ય સફળતા મેળવી છે. તેમને કહ્યુ કે આ દુર્ભાગ્યપુર્ણ છે કે અમારા બે સૈનિક પણ શહીદ થઈ ગયા અને ઘરના માલિકનો પુત્ર મુઠભેડ દરમિયાન થયેલ ગોળીબાળના ચપેટમાં આવી ગયો. જ્યારબાદ તેણે દમ તોડી દીધો.   મુઠભેડ બબાત પૂછતા રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે દિલ્હીમાં સંવાદદાતાઓને કહ્યુ કે ભારતની જમીન પર આતંકવાદ પાકિસ્તાન પ્રાયોજીત છે. 
 
ઘરમાં જ સંતાયા હતા આતંકવાદીઓ 
 
સૂત્રોએ જણાવ્યુ કે ગુપ્ત સૂચના મળતા જમ્મુ કાશ્મીર પોલીસે રવિવારે વહેલી સવારે સાઢા ચાર વાગ્યે સેના અને અર્ધસૈનિક બળની મદદથી ફ્રિસલ વિસ્તારમાં આવેલ નાગબલ ગામને ચારેબાજુથી ઘેરી લીધુ. આ વિસ્તાર શ્રીનગરથી લગભગ 70 કિલોમીટર દૂર છે.  બધા ઘરની વારેઘડીએ તપાસ કર્યા છતા કોઈ સફળતા ન મળી. આવામાં પોલીસ કર્મચારીઓ સાથે ગયેલા છાપા મારનારા દળે એક ઘરની વધુ એક વખત તપાસ કરવા પર જોર આપ્યુ. 
 
રાષ્ટ્રીય રાઈફલ્સના એક જવાન અને રાજ્ય પોલીસના વિશેષ અભિયાન સમૂહે એકવાર ફરી એ ઘરની તપાસ કરી જ્યા તેમને વિશેષ રૂપે બનેલી એક છત જોવા મળી જેમા આતંકવાદી સંતાયા હતા. પકડાય જતા તેમને ઘરના માલિકો પર અને સૈનિકો પર ઉપરાઉપરી ગોળીબારી શરૂ કરી દીધી જેની ચપેટમાં આવવાથી લાંસ નાયક રઘુવીર સિંહ અને લાંસ નાયક ગોપાલ સિંહ બડોદિયા શહિદ થઈ ગયા. 
 
જવાબી ગોળીબાર પછી ત્રણ આતંકવાદી કોઈપણ રીતે ભાગીને પાસેના જંગલમાં જવામાં સફળ રહ્યા જ્યારે કે પ્રતિબંધિત હિઝબુલ મુજાહિદ્દીન સંગઠન સાથે સંબદ્ધ અન્ય ચાર આતંકવાદી માર્યા ગયા. માર્યા ગયેલા આતંકવાદીઓમાથી ત્રણની ઓળખ મદસ્સર અહમદ તાંત્રે, ફારખ અહમદ ડાર અને અઝહર અહમદના રૂપમાં થઈ છે.  ચોથા આતંકવાદીની ઓળખના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મુઠભેડના સ્થાન પર ચાર હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. 
 

વેબદુનિયા પર વાંચો