Rain in Doda Photo - જમ્મુ કાશ્મીર - ડોડામાં આભ ફાટવાથી 6 લોકોના મોત

ગુરુવાર, 20 જુલાઈ 2017 (09:54 IST)
જમ્મુ-કાશ્મીરના ડોડામાં ફેર ફાટવાથી છ લોકોના મોતના સમાચાર છે. ઘટના પર બચાવ કાર્ય ચાલુ છે. મીડ્યા રિપોર્ટ્સ મુજબ ગઈ રાત્રે લગભગ 2.20 વાગ્યે ડોડાના ઠાઠરી ગામમાં વાદળ ફાટવાથી કેટલાક પરિવાર તેની ચપેટમાં આવી ગયા. 
સૂત્રો  મુજબ દુર્ઘટનામાં છ લોકોના મોત થઈ ગયા છે. જો કે મરનારાઓની સંખ્યાની સત્તાવાર જાહેરાત થઈ નથી. ન્યૂઝ એજંસી એએનઆઈ તરફથી રજુ આંકડા મુજબ ઘટનામાં બે લોકો ગાયબ છે. અત્યાર સુધી એક વધુ પરિવારના કાટમાળમાં દબાયા હોવાની આશંકા બતાવાય રહી છે.









 









  બચાવ દળ સાથે જ આસપાસના લોકો પણ રાહત કાર્યમાં લાગ્યા છે. આસપાસના વિસ્તારમાં પાણી ભરાય જવાથી બચાવ કાર્યમાં મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. 


વેબદુનિયા પર વાંચો