પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લામાં ઘરમાં કાર સહિત ઘુસ્યો ઘુસણખોર, સુરક્ષાબળોએ કર્યો ઠાર

શનિવાર, 4 ઑગસ્ટ 2018 (11:45 IST)
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કૉંન્ફ્રેસના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા જે કોલોનીમાં રહે છે, ત્યાં બેરિકેડ તોડીને એક કાર અંદર ઘુસી ગઈ હતી. ત્યારબાદ સુરક્ષામાં તૈનાત જવાનોએ ફાયરિંગ કર્યું હતું. ફારૂક અબ્દુલ્લા જમ્મુના બઠિંડી વિસ્તારમાં રહે છે.

જણાવવામાં આવી રહ્યું છે  સવાર લગભગ દસ વાગ્યે એક વ્યક્તિ એસયૂવી ગાડીમાં સવાર થઈને પૂર્વ મુખ્યમંત્રીના ઘરની અંદર બળજબરીપૂર્વક ઘુસી ગયો. ઘરની સુરક્ષામાં ગોઠવાયેલા સુરક્ષા કર્મચારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો પણ જ્યારે એ ન રોકાયો તો તેની ગોળી મારીને ઠાર કરવામાં આવ્યો.  બાદમાં તેને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના બાદ જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. બઠિંડી વિસ્તારમાં ફારૂક અબ્દૂલા સહિત નેશનલ કૉન્ફ્રેંસના અન્ય મોટા નેતાઓ પણ રહે છે. આ વિસ્તારની ચારો તરફ ભારે સુરક્ષા છે.
 
 
જમ્મુના ઈસ્પેક્ટર જનરલ ઓફ પોલીસ એસડી સિંહ જમ્વાલ, ડીઆઈજી સહિત પોલીસના અનેક વરિષ્ઠ અધિકારી ઘટના પર પહોંચે ગયા છે. આ મામલે હાલ તેઓ કશુ કહી રહ્યા નથી.   જો કે આતંકી હુમલો હોવાનો ઈનકાર કરી રહ્યા છે  પોલીસ અને સીઆરપીએફની બે ગાડીઓ તેમના નિવાસ સ્થાન પર પહોંચી ગઈ છે. તેમના રહેઠાણની આસપાસ સુરક્ષાબળ ગોઠવી દેવામાં આવ્યુ છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર