જમ્મુ અને કાશ્મીર - પુલવામામાં સુરક્ષાબળોનુ બે સ્થાન પર ઓપરેશન, અવંતીપોરામાં એક આતંકી માર્યો ગયો

બુધવાર, 6 મે 2020 (08:32 IST)
જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ વિરુદ્ધ સૈનિકોની  બે સ્થાન પર  કાર્યવાહી ચાલુ છે. પુલવામાના અવંતિપોરામાં સુરક્ષાબળ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. દરમિયાન અવંતિપોરાના શરશાલી વિસ્તારમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર  કરી દીધો છે, જ્યારે એન્કાઉન્ટર હજુ ચાલુ છે. બંને તરફથી અચાનક ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, પંપોરના શાર વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા છે. જોકે, હજી સુધી તે જાણી શકાયું નથી કે કેટલા આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.
 
અધિકારીઓએ જણાવ્યું હતું કે સાઉથ  કાશ્મીરના પુલવામા જિલ્લામાં હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર રિયાઝ નાયકુને પકડવા માટે સુરક્ષાદળ દ્વારા બે ઓપરેશન  કરવામાં આવી રહ્યા  છે. હિઝબુલના ઓપરેશનલ ચીફ રિયાઝ નાયકુ  જે ઘાટીના  સૌથી સક્રિય કમાન્ડર છે, તેમના પૈતૃક  ગામ બેઈગપોરા ગુલઝાપોરામાં હાલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
 
સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અમે આ વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લીધો છે. જો કે એ સ્પષ્ટ નથી કે  નાઇકુ અમારી ધરપકડમાં ફસાયો છે કે નહી.  અન્ય એક અધિકારીએ જણાવ્યું કે પુલવામામાં અનેક ઓપરેશન ચાલી રહ્યા છે. હાલ સુરક્ષા દળ ઘેર ઘેર  શોધખોળ કરી રહ્યા છે.
 
ઉલ્લેખનીય છે કે અગાઉ જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલા ન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. પરંતુ આ એન્કાઉન્ટરમાં સૈન્ય કર્નલ અને મેજર સહિત 5 સુરક્ષા જવાનો શહીદ થયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર