ભારતના અંતરિક્ષ મિશન માટે આજે એક ઐતિહાસિક દિવસ રહ્યો. કારણ કે પહેલી વખત કોઈ દેશે એક રોકેટથી 104 ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલ્યા છે. ઈસરોએ આજે સવારે 9.28 મિનિટે પીએસએલવી-સી37/કાર્યોસેટ-2 સિરિઝથી 104 ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલ્યા છે. તેના પહેલા મિશન તૈયારીની સમીક્ષા સમિતિ અને ‘લૉંચ પ્રાધિકાર બોર્ડે’ મંજૂરી આપી હતી. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના અધિકારીએ કહ્યું, ‘અમે અંતિમ રૂપથી પૃથ્વીથી લગભગ 500 કિમી ઉપર સૂર્ય-સમકાલિક (સન સિંક્રોનસ) કક્ષામાં સવારે લગભગ નવ વાગે ઉપગ્રહો છોડવાનો નિર્ણય લીધો છે.’ જ્યા એક બાજુ ઈસરોએ આટલા બધા સેટેલાઈટ એક સાથે છોડવાનો આ રેકોર્ડ બનાવ્યો તો બીજી બાજુ ભારતને ઈસરો 100 કરોડનો ફાયદો પણ પહોચાડશે.
ઉલ્લેખનીય છે કે મિશનમાં મુખ્ય ઉપગ્રહ 714 કિલોગ્રામ વજનવાળો કાર્ટોસેટ-2 શ્રેણી ઉપગ્રહ હતો જે આ શ્રેણી પહેલા છોડાયેલ અન્ય ઉપગ્રહોની જેવો છે. આ ઉપરાંત ઈસરોના બે અને 101 વિદેશી અતિ સૂક્ષ્મ ઉપગ્રહોને છોડવામાં આવ્યા જેનુ કુલ વજન 664 કિલોગ્રામ છે. વિદેશી ઉપગ્રહોમાં 96 અમેરિકા અને ઈઝરાયેલ, કજાખિસ્તાન, નીધરલેંડ, સ્વિટઝરલેંડ અને સંયુક્ત અરબ અમીરાતના એક એક ઉપગ્રહનો સમાવેશ છે.