ગોલ્ડન બોય નીરજ ચોપડા પરમ વિશિષ્ટ સેવા મેડલથી સમ્માનિત થશે, 384 લોકોને મળશે વીરતા પુરસ્કાર

મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (18:53 IST)
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચનાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને હવે પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. તેઓ આર્મીની 4 રાજપૂતાના રાઈફલ્સ રેજીમેન્ટમાં સુબેદાર છે. નીરજ ચોપરા અને અન્ય લોકો માટે 73મા પ્રજાસત્તાક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્વારા વીરતા પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 12 શૌર્ય ચક્ર, 29 પરમ વિશિષ્ટ સેવા મેડલ, 4 ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, 53 અતિ વિશેષ સેવા મેડલ, 13 યુદ્ધ સેવા મેડલનો સમાવેશ થાય છે. તેમની સાથે 122 વિશિષ્ટ સેવા મેડલ પણ આપવામાં આવશે.
 
2021 માટે જીવન રક્ષા પદક સીરીઝ  હેઠળ 51 લોકોને સન્માનિત કરવામાં આવશે. જેમાં 6 લોકોને સર્વોત્તમ રક્ષા પદક, 16ને ઉત્તમ જીવન રક્ષા પદક અને 29ને જીવન રક્ષા પદક આપવામાં આવશે. 5 લોકોને આ એવોર્ડ મરણોત્તર આપવામાં આવી રહ્યો છે. આ પુરસ્કાર એવા લોકોને આપવામાં આવે છે જેઓ પોતાનો જીવ લાઈનમાં લગાવીને બીજાનો જીવ બચાવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર