વાયુસેનાએ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પાકિસ્તાનથી જાર્જિયાના એક એએન 12 વિમાનના પ્રવેશ કરવા પર તેને પકડી લીધુ અને તેને જયપુર હવાઈમથક પર ઉતારવા માટે મજબૂર કર્યુ. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી. પાકિસ્તાન તરફથી આવી રહેલ એક ભારે માલવાહક પ્લેન એંતોનોવ એએન-12 ના રો ભારતની સીમામાં આવ્યા પછી ભારતીય વાયુસેનાએ તેને જયપુર હવાઈ મથક પર ઉતરવા માટે મજબૂર કર્યુ. સત્તાવાર સૂત્રોએ જણાવ્યુ કે આ વિમાન પોતાનો રસ્તો ભટકી ગયુ હતુ. તેમણે જણાવ્યુ કે વાયુસેના વાયુ રક્ષા વિમાને તેને જયપુર હવાઈમથક પર ઉતરવા માટે મજબૂર કર્યુ.
ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાની બાલાકોટમાં કરવામાં આવેલ કાર્યવાહી પછી પહેલા પણ પાકિસ્તાન તરફથી અનેકવાર લડાકૂ વિમાનને ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયત્ન કર્યો, પણ દર વખતે આપણી સેનાએ તેને પરત પોતાની સીમામાં ઘકેલી દીધો.