પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના જોરદાર દેખાવ બાદ પ્રથમ વખત ભાજપની ઓફિસ ઉપર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરીવાર સંબોધન કર્યું હતું જેમાં મોદીએ 2019ના બદલે 2022નું લક્ષ્ય રજૂ કર્યું હતું. ચૂંટણીમાં જીત મેળવી લીધા બાદ કાર્યકરોના ભવ્ય સ્વાગત બાદ મોદીએ 2019 સુધી ન્યુ ઇન્ડિયા બનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, પ્રથમ ટાર્ગેટ અમારી સામે છે. 2022માં ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. અમારી પાસે પાંચ વર્ષનો સમય છે. જો 125 કરોડ લોકો દર વર્ષે એક નવા સંકલ્પ લે છે તો તેને તેને પૂર્ણ કરી શકાય છે. જો દર વર્ષે 125 કરોડ લોકો એક નવા સંકલ્પ લેશે અને તેને પૂર્ણ કરે છે તો ભારત પાછળ રહેશે નહીં. મોદીએ દેશના ગરીબ અને મધ્યમવર્ગના લોકોને જોડીને કહ્યું હતું કે, 65 ટકા યુવાનો અને મહિલાઓના સપનાથી ન્યુ ઇન્ડિયા તૈયાર કરવામાં આવશે. ગરીબોની મહેનત અને મિડલક્લાસના સપનાથી અમે ન્યુ ઇન્ડિયા તૈયાર કરીશું.
દેશના ગરીબ લોકો લેવાની માનસિકતાને છોડી ચુક્યા છે. આ લોકો કહે છે કે, તેઓ પોતાની તાકાત ઉપર આગળ વધવા માંગે છે. માત્ર તક આપવામાં આવે મહેનત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે, આ ચૂંટણીમાં કોણ જીત્યા છે અને કોણ હાર્યા છે તેઓ આ હદમાં રહેવા વાળા વ્યક્તિમાં નથી. ચૂંટણી જીત ભાજપ માટે પ્રજાના પવિત્ર આદેશ સમાન છે. તેઓ આદેશને પાળે છે. ભગવાને જેટલી ક્ષમતા આપી છેતેના કરતા વધારે કામ કરવાની જરૂર છે. તેમણે કાર્યકરોને સલાહ આપતા કહ્યું હતું કે, કોઇ વૃક્ષ ઉપર જ્યારે વધારે ફળ લાગે છે ત્યારે તે ઝુંકવા લાગી જાય છે. સંયમ જાળવી રાખવા કાર્યકરોને મોદીએ સંકેત આપ્યો હતો. મોદીએ હાલ કરતા વધારે પરિશ્રમ કરવા કાર્યકરોને અપીલ કરી હતી.
ઉત્તરપ્રદેશ ચૂંટણી પરિણામોમાં ભાજપને ત્રણ ચતુર્થાંશ બહુમત મળ્યા. એનાથી સપા-કોંગ્રેસ ગઠબંધન અને બસપાને પૂરી રીતે કચડી નાંખ્યું. પહેલી વાર ભાજપ યુપીમાં 300+ આંકડા સુધી પહોંચી છે. પાર્ટીના ખાતામાં 312 સીટો આવી છે જ્યારે તેમની આગેવાની વાળા એનડીએને 325 સીટો પર જીતનો પરચમ લહેરાવ્યો છે. ઉત્તરાખંડમાં પણ ભાજપે 70 સીટોમાંથી 56 સીટો હાંસલ કરીને સત્તામાં આવી ગઈ છે. અહિં કોંગ્રેસ માત્ર 11 સીટો પર સમેટાઈ ગઈ.