સૂત્રોના મતે એક માલગાડી આ પાટા પરથી સુરક્ષિત રીતે પસાર થઇ ગઇ હતી. પેટ્રોલિંગ કરનાર વ્યક્તિએ પણ પાટાની તપાસ કરી હતી. જો કે ટ્રેનચાલકને પાટા પરથી ટ્રેન ઉતરતાં પહેલાં જ કોઇ ફટાકડાં જેવો અવાજ સંભળાયો હતો. એવું લાગે છે કે પાટા પર કોઇ મોટી તિરાડ પડી હશે તેના લીધે ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ. સૂત્રોએ કહ્યું, ‘આ વિસ્તાર નકસલવાદ પ્રભાવિત હોવાથી અને ગણતંત્ર દિવસ નજીક આવતો હોવાથી પાટા સાથે છેડછાડ કરી હોવાની પ્રબળ આશંકા છે. ષડયંત્રની શંકાને નકારી શકાય નહીં.’