ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલના દિકરાને નશાની હાલતમાં કતાર એરલાઈન્સે ઉતારી મુક્યા

મંગળવાર, 9 મે 2017 (10:12 IST)
ગુજરાતના ઉપપ્રધાન નિતિન પટેલના પુત્ર જૈમિન પટેલ ચિક્કાર દારૂ પીને છાકટો થતા કતાર એર લાઈન્સે ઉતારી મૂક્યા. એટલુ જ નહી પરંતુ ફ્લાઈટમાં સફર કરવા ઉપર પણ રોક લગાવી દીધી. એક બાજુ ગુજરાતમાં દારૂબંધીની ગુલબાંગો અને મિનિસ્ટરના દિકરાઓ વિદેશ જઈ માણે છે મદિરાની મહેફિલો. જૈમિન પોતાની પત્ની ઝલક, દીકરી વૈશવી સાથે વહેલી સવારે કતારથી ગ્રીસ જઈ રહ્યા હતા સૂત્રોના જણાવ્યાનુસાર જૈમિને બહુ જ દારૂ ઢીંચ્યો હતો. જેને કારણે કતાર એરલાઈન્સના અધિકારીઓએ વધારે પડતા દારૂનું સેવન કરી લેવાને કારણે જૈમિનને મુસાફરી કરતો અટકાવવો પડ્યો હતો. જ્યારે અધિકારીઓ તેને આ મામલે અટકાવી રહ્યા હતા ત્યારે તે એરલાઈન્સ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરી રહ્યો હતો. આખરે કેની પત્નિએ વચ્ચે પડીને એરલાઈન્સ સ્ટાફની માફી માંગતા મામલો થાળે પડ્યો હતો.

જૈમિનની પત્નિ તેને લઈને ફ્લાઈટની બહાર નીકળી ગઈ હતી. જો કોઈ મુસાફર ફ્લાઈટમાં નશાની હાલતમાં પકડાઈ જાય તો તેને જેલની સજા થઈ શકે છે પરંતુ મિનિસ્ટરનો સુપત્ર હોવાને કારણે જૈમિન ઉપર કોઈ કેસ થયો નથી.  નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે મારી રાજકીય પ્રતિષ્ઠાને નુકસાન કરવાનો આ પ્રયાસ છે. આવી કોઈ ઘટના બની નથી. મારો પુત્ર પરિવાર સાથે વિદેશ જઈ રહ્યો હતો પણ ઍરપોર્ટ પર તેની તબિયત બગડતાં તેઓ પાછા ફર્યા. આ વાતને ખોટી રીતે ચગાવીને મારી છબીને નુકસાન કરાઈ રહી છે.

વેબદુનિયા પર વાંચો