Video - વરઘોડામાં ડાંસ કરી રહેલ યુવકનુ મોત, મિત્રના લગ્નમાં હાજરી આપવા કાનપુરથી આવ્યો હતો રીવા

ગુરુવાર, 19 જાન્યુઆરી 2023 (13:11 IST)
દેશના અન્ય રજયો સહિત મઘ્યપ્રદેશમાં પણ વીતેલા વર્ષથી અચાનક ડાંસ કરતા, એક્ટિંગ કરતા, 
જીમ કરતી વખતે હાર્ટ એટેકના કારણે લોકોના મોત થયાના સમાચાર છે. મૃત્યુની થોડીક સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકો પણ ડરી ગયા છે. હવે આવો જ એક વીડિયો મધ્યપ્રદેશના રીવા શહેરમાંથી સામે આવ્યો છે. અહીં વરઘોડામાં ડાન્સ કરતી વખતે 32 વર્ષીય યુવકનું મોત થયું.

 
મૃતક ઉત્તરપ્રદેશના કાનપુરથી મિત્રના લગ્નમાં સામેલ થવા માટે એમપીના રીવા શહેર પહોચ્યો હતો.  સોશિયલ મીદિયા પર વ્યક્તિના મોતનો વીડિયો સામે આવ્યો છે. જેમા તે જાનમાં ખૂબ ખુશ થઈને ડાંસ કરી રહ્યો છે. અને પછી અચાનક જમીન પર પડી જાય છે અને તેનુ મોત થઈ જાય છે.  જાનમાં સામેલ લોકોને અચાનક આ રીતે યુવકના મોત પર વિશ્વાસ થતો નથી. 
 
મૃતકની ઓળખ અભય સચાન (32) પિતા મૂલચંદ્ર સચાનના રૂપમાં થાય છે. જે ઉત્તરપ્રદેશના કાનપુરથી વરઘોડામાં સામેલ થવા રીવા શહેર આવ્યા હતા. મંગળવારે રાત્રે બસ સ્ટેંડ પાસે અમરદીપ પેલેસમાં યૂપીના કાનપુરથી વરઘોડો આવ્યો હતો. યુવતી રીવાની રહેનારી છે. લગ્નમાં સામેલ થવા માટે વરરાજાના મિત્ર અભય સચાન (વય 32 વર્ષ) પણ કાનપુરથી વરઘોડામાં આવ્યા હતા. રાત્રે લગભગ 11.00 વાગે વરઘોડો નીકળ્યો હતો.  કડકડતી ઠંડીમાં ઢોલ નગારા સાથે નાચતા કૂદતા બધા જાનૈયા ચાલી રહ્યા હતા. વરઘોડામાં બેંડ બાજાની ધૂબ્ન પર વરરાજાનો મિત્ર પણ્ણ નાચી રહ્યો હતો. થોડીવાર પછી તે જમીન પર પડ્યો અને તેનુ મોત થઈ ગયુ. 
 
તેના જમીન પર પડતા જ અન્ય જાનૈયા અભયે સંજયને ગાંધી હોસ્પિટલ લઈ ગયા. અહી ડોક્ટરોએ કાર્ડિયક અરેસ્ટને કારણે મોતની આશંકા બતાવી છે. મોતની માહિતી પોલીસને આપવામાં આવી. ઘટનાસ્થળ પર પહોચેલી પોલીસે  પરિવાર અને મિત્રો સાથે વાત કરી. ત્યારબાદ બુધવારે બપોરે અભયની બોડીનુ પીએમ કરવામાં આવ્યુ. પીએમ પછી બોડી તેના પરિવારને સોંપવામાં આવી. પરિવારના લોકો ડેડબોડી લઈને કાનપુર ચાલ્યા  ગયા છે.  પોલીસનુ કહેવુ છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતના અસલી કારણની માહિતી સામે આવશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર