માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની રાહત, સજા પર રોક

શુક્રવાર, 4 ઑગસ્ટ 2023 (13:46 IST)
મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી- સુપ્રીમ કોર્ટમાં આજે મોદી સરનેમ માનહાનિ કેસમાં સુનાવણી ચાલી રહી છે. રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ​​​​​​કહ્યું કે માનહાનિનો કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદીની અસલી અટક મોદી નથી, પરંતુ તેમણે બાદમાં પોતાની અટક બદલી છે. 

ગુજરાત હાઈકોર્ટના આદેશને પડકારતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અપીલ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. આ દરમિયાન રાહુલને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે રાહુલની સજા પર વચગાળાનો સ્ટે આપ્યો
વરસાદી પાણીમાં કે વરસાદને કારણે સર્જાયેલા ટ્રાફિકમાં ફસાઈ જાઓ તો એક નંબર પર કોલ કરો કે તરત જ તમારી મદદે કેટલાક માણસો આવી જાય છે. 
મોદી સરનેમ કેસમાં રાહુલની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં રાહુલ ગાંધીના વકીલ સિંધવીએ દોષસિદ્ધિ પર રોક લગાવાવની માંગ કરી છે. તમામ પક્ષોને દલીલ માટે 15-15 મિનિટનો સમય અપાયો છે. રાહુલના વકીલે કહ્યું કે, ફરિયાદીની અસલી સરનેમ મોદી નથી, બાદમાં તેમણે સરનેમ બદલી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમે એક અપવાદવાળો આદેશ માગી રહ્યા છો. સામાન્ય રીતે દોષસિદ્ધિ પર રોક નહીં.
 
થોડા દિવસો પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર મોદી સરનેમ માનહાનિવાળી ટિપ્પણી બદલ માફી માંગવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને તેમની ટિપ્પણીથી ઉદ્ભવતા ગુનાહિત માનહાનિના કેસમાં તેમની સજા પર રોક લગાવવા વિનંતી કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ દોષિત નથી.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર