રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવા વર્ષ 2025ની પૂર્વ સંધ્યાએ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ સંદેશમાં કહ્યું કે, 'નવા વર્ષના આ શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું. નવા વર્ષનું આગમન આપણા જીવનમાં નવી આશાઓ, સપનાઓ અને આકાંક્ષાઓની શરૂઆત દર્શાવે છે. નવા વર્ષનો આ અવસર આપણને આપણી ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે નવા ઉત્સાહ સાથે આગળ વધવાની તક આપે છે.