નોટપરથી ગાંધીજીનો ફોટો ગાયબ, વરિષ્ઠ અધિકારી આજે કાર્યવાહી કરશે

ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (12:11 IST)
જીલ્લાના બડૌદા ગામમાં એસબીઆઈ શાખામાંથી ગ્રાહકને આપેલ બે હજારની નોટ પરથી ગાંધીજીનો ફોટો ગાયબ થવા સંબંધમાં વરિષ્ઠ અધિકારી આજે કાર્યવાહી કરશે. લીડ બેંક ઓફિસર આકાશ કુમાર શ્રીવાસ્તવએ જણાવ્યુ કે આ મામલાની સૂચના તેમને મળી ગઈ છે.  બીજા જરૂરી કામમાં વ્યસ્ત હોવાને કારણે બડૌદા ન જઈ શક્યા. ગુરૂવારે બડૌદા જઈને બધી હકીકતની જાણ કરશે. જે નોટમાં ગાંધીજીનો ફોટો નથી. તે હાલ બડૌદા શાખામાં જ રાખી છે. પૂછપરછ કર્યા પછી આરબીઆઈના અધિકારીઓ વિશે અવગત કરાવશે.  જે બે લોકોને સાત મિસ પ્રિંટ પરત ફર્યા હતા.  તેમને બેંક શાખા દ્વારા બીજી નોટ પુરી પાડવામાં આવી છે. 
 
બડૌદા બેંક શાખામાં કેશ માટે ભીડ ઓછી નથી થઈ રહી. કેશ માટે આખો દિવસ બેંક શાખાની બહાર લાઈનમાં લોકો ઉભા રહેલા દેખાય છે. આ ઉપરાંત શ્યોપુર શહેરમાં પણ કેશ માટે ગ્રાહક મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. કેશ માટે બેંક આવનારાઓમાં ખેડૂતોની સંખ્યા વધુ છે.  

વેબદુનિયા પર વાંચો