Flashback 2021 - Google એ રજુ કર્યુ સર્ચ ઈયર ઓફ 2021 નું લિસ્ટ, જાણો ઈંટરનેટ પર ભારતના લોકોએ સૌથી વધુ શુ શોધ્યુ

શુક્રવાર, 17 ડિસેમ્બર 2021 (14:06 IST)
ગૂગલ તરફથી  દર  વર્ષે એક લિસ્ટ રજુ કરવામાં આવે છે. જેમા બતાવાય છે કે ગૂગલ પર આખુ વર્ષ સૌથી વધુ શુ સર્ચ કરવામાં આવ્યુ છે. આ ક્રમમાં બુધવારે ગૂગલે પોતાની  Year In Search 2021નુ લિસ્ટ રજુ કર્યુ છે.  ગૂગલે અ સંબંધમાં વૈશ્વિક યાદી સાથે રાષ્ટ્ર આધારિત લિસ્ટ પણ રજુ કરી છે.  લિસ્ટના મુજબ વર્ષ 2021મા ટોપ ત્રણ સર્ચમાં ઈંડિયન પ્રીમિયર લીગ, CoWIN અને ICC T20 વિશ્વ કપ રહ્યો છે. આ બધા આખુ વર્ષ સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. 
 
બીજી બાજુ જો ફિલ્મોની વાત કરીએ તો ભારતમાં સૌથી વધુ જય ભીમ, શેરશાહ અને રાઘેને સર્ચ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત સમાચારનુ માનીએ તો ભારતમાં લોકો ટોક્યો ઓલંપિક, અફગાનિસ્તાન સમાચાર અને બ્લૈક ફંગસ સાથે જોડાયેલ અપડેટ સમાચારમાં વધુ રસ બતાવ્યો છે.  આ ઉપરાંત વ્યક્તિત્વની વાત કરીએ તો ભારતમાં સૌથી વધુ નીરજ ચોપડા, આર્યન ખાન અને શહનાઝ ગિલને સર્ચ કરવામાં આવી છે. 
 
બીજી બાજુ ભારતમાં ઓવરઓલ ટોપ ટ્રેંડની વાત કરીએ તો ઈંડિયન પ્રીમિયર લીગ, કોવિન, આઈસીસી ટી20 વિશ્વ કપ, યૂરો કપ, ટોક્યો ઓલંપિક રહ્યુ છે. આ ઉપરાંત ફિલ્મોની ટોપ સર્ચ લિસ્ટની વાત કરીએ તો જય ભીમ, શેરશાહ, રાધે, બેલ બોટમ અને એટરનલ્સ રહી છે. બીજી બાજુ મોસ્ટ સર્ચ્ડ રેસીપીની વાત કરીએ તો એનોકી મશરૂમ, મોદકી, મેથી મટર મલાઈ, પાલકી, ચિકન સૂપને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યુ છે. ફ્રી ફાયર ટ્રેડિંગની લિસ્ટમાં આવનારી એકમાત્ર ગેમ હતી. આ વર્ષે નિયર મી સર્ચ સૌથી વધુ ડિમાંડમાં હતી. જેમા કોવિડ વેક્સીન, કોવિડ ટેસ્ટ અને કોવિડ હોસ્પિટલ ની સર્ચ ટોપ સ્લોટસમાં રહી. 
 

વેબદુનિયા પર વાંચો