મધ્યપ્રદેશમાં એક એવો કાંડ થઈ ગયો. જેવુ કદાચ જ પહેલા ક્યારેય સાંભળ્યુ હશે. મામલાને જાણીને બધાને નવાઈ લાગી રહી છે. પહેલીવારમાં તો લોકોને વિશ્વાસ જ ન થયો. પણ જ્યારે તેમની સચ્ચાઈ બહાર આવી તો લોકોના કાન ઊંચા થઈ ગયા. જો કે હવે આ સમાચાર વાયરલ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના સિરોજના ટોરી બાગરોદમા એક પત્ની પતિને છોડીને જતી રહી. પણ તે ભાગી એ પણ કોણી સાથે ? તેની સાથે જેણે તેમના લગ્ન કરાવ્યા હતા.
ઉલ્લેખનીય છેકે અહી લગબહ્ગ 21 વર્ષની યુવતીના લગ્ન બસૌદાના એક ગામમાં રહેનારા યુવક સાથે કરાવ્યા હતા. લગ્ન 7 મેના રોજ થયા હતાઅ. ગામના જ એક પંડિત વિનોદ મહારાજે જ બંનેના ફેરા કરાવ્યા હતા. લગ્ન પછી યુવતી સાસરિયે જતી રહી અને થોડા દિવસમાં તે પોતાના પિયર આવી ગઈ. આ દરમિયાન 23 મે ની રાત્રે યુવતીના ઘરના લોકો કોઈ સંબંધીના લગ્નમાં ગયા હતા. જેનો ફાયદો ઉઠાવીને યુવતી તેના લગ્ન કરાવનારા પંડિત સાથે ભાગી ગઈ.