પંજાબમાં ચોકલેટ ખાવાથી દોઢ વર્ષની બાળકીના મોતનો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચોકલેટ ખાધા બાદ તેને લોહીની ઉલ્ટી થવા લાગી હતી. બાળકી લુધિયાણા(Ludhiana) ની રહેવાસી છે. તેના માટે ચોકલેટ તે જ પટિયાલા શહેરમાંથી ખરીદી હતી જ્યાં થોડા દિવસો પહેલા કેક ખાધા બાદ બાળકીનું તેના જન્મદિવસે મોત થયુ હતુ.
ઘરના લોકો તરત જ બંને બાળકી ઓને હોસ્પિટલ લઈ ગયા. ત્યાંના ડોક્ટરોએ જણાવ્યું કે ખરાબ ચોકલેટ ખાવાથી બાળકીઓની તબિયત બગડી હતી. જ્યારે પરિવારના સભ્યોએ તે ચોકલેટનું રેપર જોયું તો ખબર પડી કે તે એક્સપાયર થઈ ગઈ છે. ત્યારબાદ તેમણે આ અંગે આરોગ્ય વિભાગને ફરિયાદ કરી. આરોગ્ય વિભાગની ટીમ પટિયાલાની દુકાન પર પહોંચી જ્યાંથી ચોકલેટ ખરીદવામાં આવી હતી. આરોગ્ય વિભાગે દુકાનમાં મુકેલી તમામ ચોકલેટના સેમ્પલ લીધા હતા. તેઓને તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.