દક્ષિણી દિલ્હીના તુગલકાબાદના પુલ પ્રહલાદપુરમાં ગેસ લીક થવાથી 70થી વધુ વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ. આ બધી બાળકીઓ રાની લક્ષ્મીબાઈ સ્કૂલની છે. બેહોશ થયેલ બધી બાળકીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સ્કુલ ખાલી કરાવવામાં આવી છે. 100થી વધુ બાળકોને શાળામાંથી કાઢવામાં આવ્યા છે. હોસ્પિટલ મુજબ બધી વિદ્યાર્થીનીઓ સુરક્ષિત છે. શાળાની બહાર મુકેલા કંટેનરમાંથી ગેસ લીકેક થવાની આશાંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના સ્થળ પર પોલીસ અને બચાવ દળ ઉપસ્થિત છે. રાહત કાર્ય જોર શોરથી ચાલી રહ્યુ છે.