સરકારી રુપરેખા મુજબ નિયમોનું ઉલ્લંઘન કરનારાને 7 વર્ષની સજા અને રુપિયા 100 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો આ પ્રસ્તાવ પસાર થશે અને કાયદાના રુપમાં અમલમાં આવશે તો, ગંગામાં ગંદકી કરનારા લોકો માટે મુશ્કેલી વધી શકે છે.
નિવૃત્ત ન્યાયાધિશ ગિરધર માલવીયના નૈતૃત્વમાં આ કમિટિએ એવો પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે કે, ગંગા નદી સાથે જોડાયેલી તેની પ્રમુખ નદીઓમાં એક કિલોમીટરના સર્કલને ‘જળ સંરક્ષિત ઝોન’ તરીકે જાહેર કરવામાં આવે. સાથે જ એ પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે કે, આ જળ સંરક્ષિત ઝોન કાયદો પસાર થયા બાદ છ મહિનાની અંદર વૈજ્ઞાનિક રીતે બનાવવામાં આવે.
આપને જણાવી દઈએ કે, ગંગા નદીને ઉત્તરાખંડ હાઈકોર્ટે જીવિત વ્યક્તિનો દરજ્જો આપવાની વાત જણાવી હતી. બીજી તરફ કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતીએ વર્ષ 2018ના અંત સુધામાં ગંગાને સ્વચ્થ અને પ્રદુષણ મુક્ત કરવાનું જણાવ્યું છે.