સોશિયલ મીડિયા પર તમિલ સિનેમાના ભગવાન તરીકે ઓળખાતા રજનીકાંતના રાજનીતિમાં આવવાના સમાચાર ચર્ચાય રહ્યા છે. જાણવા મળ્યુ છે કે લગભગ 8 વર્ષ પછી સોમવારે રજનીકાંત પોતાના ફેંસ સાથે રૂબરુ થયા અને રાજનીતિ પર કરવામાં આવેલ કેટલાક સવાલોના જવાબમાં તેમણે કહ્યુ કે રાજનીતિમાં આવવાનો નિર્ણય તેમને ઈશ્વર પર છોડ્યો છે. તેઓ ઈચ્છશે તો હુ રાજનીતિમાં આવીશ અને જો હુ રાજનીતિમાં આવ્યો તો દાગદાર લોકોને મારી પાસે ફટકવા નહી દઉ.
આ સમાચાર સોશિયલ મીડિયામાં આવતા જ થોડીવાર પછી #Rajnikanth ટ્વિટર પર ટ્રેંડ થવા માંડ્યુ.
@SixthProphet નામના હેંડલે આ સમાચારના જવાબમા આ ફોટો શેયર કર્યો અને સાથે લખ્યુ, રજનીકાંત - હુ રાજનીતિમાં આવ્યો તો ખરાબ લોકોને હુ મારી આસપાસ ફરકવા નહી દઉ. જેના જવાબમાં કેજરીવાલે આપ્યુ આ લુક."
ટ્વિટર પર @sumanthraman હૈડલથી સુમંત રમને લખ્યુ, "રજનીકાંતે કહ્યુ છેકે જો તે રાજનીતિમાં આવ્યા. તો શુ આ સમજવામાં આવે કે તેમને આ નિવેદન ફક્ત એ માપવા માટે આપ્યુ છે કે રાજનીતિમાં તેમને માટે પાણીનું ઊંડાણ કેટલુ છે ?