ભારતીય ફાઈટર જેટના પાકિસ્તાનના જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર હુમલો કરવાના સમાચાર જેવા જ આવ્યા, એવા જ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની વાતો સામે આવવા માંડી. આવી જ કેટલીક પોસ્ટ મહિલા પાયલોટના વિશે છે. મોટાભગની પોસ્ટસમાં દાવો છે કે મહિલા પાયલોટ ઉર્વીશા જરીવાલા પણ આ 12 પાયલોટમાંથી એક હતી. જેમણે આ કાર્યવાહીને અંજામ સુધી પહોંચાડી. ઈંડિયા ટુડે એંટે ફેક ન્યુઝ વોર રૂમ (AFWA)એ પોતાની પડતાલમાં જોયુ કે આ બંને જ પોસ્ટમાં જે ફોટો છે તે કોઈ અન્યના છે.
ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ઓપરેશનમાં ભાગ લેનારા સૈનિકોના નામ જગ જાહેર નથી કરાતા. ભારતીય વાયુસેના અને ભારત સરકારે પણ 26 ફેબ્રુઆરીના રોજ થયેલ ઓપરેશનામાં ભાગ લેનારા અધિકારીઓના નામ આ સમય ગુપ્ત રાખવામાં આવ્યા છે. આ કારણે એ કહેવુ છે કે કોઈ મહિલા અધિકારીએ આ ઓપરેશનમાં ભાગ લીધો એ કહેવુ અટકળોના બજારને ગરમ કરવા જેવુ રહેશે.