મેટાથી શું થશે અસર- ફેસબુકનો વિવાદ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસજો કે

શુક્રવાર, 29 ઑક્ટોબર 2021 (10:59 IST)
સોશ્યલ મીડિયા દિગ્ગજ ફેસબુકે પોતાની કંપનીનું નામ બદલીને હવે મેટા કર્યું છે. કંપનીના સીઇઓ માર્ક ઝકરબર્ગે ગુરૂવારે તેની જાહેરાત કરી હતી.તમને જણાવીએ તો નામ બદલવા પર તે પેરેન્ટ કંપની માટે છે. એટલે ફેસબુક તરીકે કંપનીનું નામ બદલીને મેટા કર્યું છે. કંપનીના અન્ય પ્લેટફોર્મ્સ જેવા કે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપના નામ સરખા જ રહશે. એટલે નામ બદલવાથી યૂઝર્સ પર સીધી રીતે અસર થશે નહીં. 
 
તેમણે કહ્યું કે તેમની કંપની હવે ભવિષ્ય માટે થઈ રહેલા ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને સામેલ કરવાના પ્રયાસના ભાગરૂપે નવા નામ 'મેટા' તરીકે ઓળખાશે.
 
જો કે, ટીકાકારોનું કહેવું છે કે તે ફેસબુક પેપર્સમાંથી દસ્તાવેજ લીક થવાના વિવાદ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ હોઈ શકે છે. ઝુકરબર્ગ કહે છે કે તે આગામી દાયકામાં મેટાવર્સ (Metavers )એક અબજ લોકો સુધી પહોંચવાની અપેક્ષા રાખે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર