EVM-VVPAT નો આવતીકાલે લાઈવ ડેમો આપશે EC, અપોઝિશનને ઉઠાવ્યો હતો સવાલ

શનિવાર, 20 મે 2017 (11:48 IST)
ચૂંટણી આયોગ આજે દેશ સામે લાઈવ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)નો ડેમો આપશે.  ચૂંટણી આયોગને કોશિશ છે કે દેશમાં ચાલી રહેલ ઈવીએમ મશીનની કાર્યશૈલી પર ઉઠેલા સવાલોને વિરામ આપશે.  આ માટે પંચે એક વિશેષ કાર્યક્રમ  ચલાવવાની યોજના બનાવી છે. 
 
આ કાર્યક્રમ દરમિયાન આયોગ લોકોને બતાવશે ઈવીએમ અને વીવીપૈટ મશીનો કેવી રીતે કામ કરે છે. આયોગ આ કાર્યક્રમમા ઈવીમની વિશ્વસનીયતાને લઈને વિપક્ષી પાર્ટીઓની ચિંતાઓને દૂર કરવા માટે ઈવીએમને હૈક કરવાનો પડકારના સમાધાનની તારીખોની જાહેરાત પણ કરશે. 
 
પંચના અધિકારી પાસેથી મળેલી માહિતી મુજબ આ કાર્યક્રમ પછી એક પ્રેસ કૉન્ફ્રેંસ બોલાવાશે. 
 
ઈવીએમનો મામલો ત્યારે વધુ ગરમ થયો હતો જ્યારે આમ આદમી પાર્ટીના નેતા સૌરવ ભારદ્વાજે દિલ્હી વિધાનસભાના વિશેષ સત્રમાં એક ઈવીએમ મશીનને હૈક કરીને બતાવ્યુ હતુ. 
 

વેબદુનિયા પર વાંચો