Delhi Earthquake: ગુરુવારે બપોરે દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. અહેવાલો અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. સ્થિતિ એવી હતી કે દિલ્હી-એનસીઆરની ધરતી થોડીક સેકન્ડ માટે ધ્રૂજતી રહી અને લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા.
ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું?
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદ હતું. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ઘણા શહેરોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. પાકિસ્તાન-અફઘાનિસ્તાન બોર્ડર પર આવેલા આ ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.