સ્વતંત્રતા દિવસ પહેલા સેનાએ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. દરમિયાન, બુધવારે ડોડામાં આતંકવાદીઓ સાથે અથડામણ શરૂ થઈ. ડોડામાં અસાર વિસ્તારના શિવગઢ ધારમાં ઓપરેશન દરમિયાન કેપ્ટન દીપકને ગોળી વાગી હતી. તે ઓપરેશનનું નેતૃત્વ કરી રહ્યો હતો
રક્ષા મંત્રી બેઠક કરી રહ્યા હતા, આતંકવાદી હુમલાના સમાચાર આવ્યા
આતંકી હુમલાની આ જાણકારી એવા સમયે સામે આવી છે જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરની સુરક્ષાને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક કરી રહ્યા હતા. સાઉથ બ્લોકમાં આયોજિત આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની સાથે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સંરક્ષણ સચિવ અને ડીજીએમઓએ પણ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે, તાજેતરના સમયમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે