ભડક્યા દિગ્વિજય, કહ્યુ - મોદી કોઈ ભગવાન નથી, ગડકરી પર પણ લગવ્યા ગંભીર આરોપ

શનિવાર, 18 માર્ચ 2017 (10:53 IST)
કોંગ્રેસ મહાસચિવ દિગ્વિજય સિંહે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી પર મોટો આરોપ લગાવ્યો છે. દિગ્વિજયે કહ્યુ છે કે ગડકરી 11 માર્ચના રોજ સૂટકેસ લઈને ગોવા પહોંચ્યા અને સરકાર બનાવવા માટે મોટા પાયા પર ધારાસભ્યોનુ ખરીદ-વેચાણ કર્યુ.  દિગ્વિજ્યએ આ મુદ્દાને રાજ્યસભામાં ઉઠાવ્યુ. જ્યાર પછી ભારે હંગામો થયો અને રાજ્યસભા 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. દિગ્વિજય સિંહે કહ્યુ કે ગડકરી સાથે હોટલમાં સવારે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી કોણ કોણ મળવા આવ્યુ અને તેમના ચાર્ટડ પ્લેનમા શુ શુ થયુ આ બધાની તપાસ થવી  જોઈએ. તેમણે કહ્યુ કે તે આ મુદ્દાને સંસદમાં ઉઠાવશે અને તેના વિરુદ્ધ એક મોશન પણ લાવશે. 
 
રાજ્યપાલે જેટલીને એલીધી સલાહ 
 
2019માં બીજેપી સરકારને હરાવવાના સવાલ પર દિગ્વ્વિજયે કહ્યુ કે મોદી કોઈ ભગવાન નથી ન તો એ ભગવાન રામ છે. દિગ્વિજયે મહાગઠબંધનની તરફ ઈશારો કરતા કહ્યુ કે જો બધા લોકો એક સાથે આવશે તો મોદી અને બીજેપી બંનેની હાર શક્ય છે. દિગ્વિજય સિંહે આરોપ પણ લગાવ્યો કે ગોવાના ગવર્નરે પાર્રિકરને શપથ ગ્રહણ માટે બોલાવતા પહેલા નાણાકીયમંત્રી અરુણ જેટલી સાથે ફોન પર વાત કરી હતી.   દિગ્વિજયે ગુરૂવારે રાત્રે એક પછી એક અનેક ટ્વીટ કરી દલીલના રૂપમાં પોતાની સફાઈ રજુ કરી. તેમણે ટ્વીટ કર્યુ, જ્યારે પણ ગોવામાં ત્રિશંકુ પરિણામ આવ્યા છે કેન્દ્રમાં સત્તાસીન પાર્ટીએ જ સરકાર બનાવી છે. 

વેબદુનિયા પર વાંચો