25 વર્ષ સુધી કંપનીમાં ઈમાનદારીથી કામ કરનારા કર્મચારીઓને સાવજી ઢોલકિયાએ આપી મર્સિડીઝ બેંજ

શનિવાર, 29 સપ્ટેમ્બર 2018 (10:39 IST)
ગુજરાતના જાણીતા હીરા વેપારી સાવજી ઢોલકિયા એક વાર ફરી પોતાની દરિયાદીલીને કારણે ચર્ચામાં છે. પોતાના કર્મચારીઓની કર્તવ્યનિષ્ઠા અને ઈમાનદારી પર ખુશ થઈને તેમણે મોંઘી ભેટ આપવા માટે લોકપ્રિય ઢોલકિયાએ આ વખતે પોતાના કર્મચારીઓને મર્સિડિઝ વેંજ કાર આપી છે.  આ પહેલા જ તેમણે કર્મચારીઓને ફ્લેટ અને કાર ગિફ્ટમાં આપ્યા છે. 
 
સરપ્રાઈઝ ભેટથી કર્મચારીઓ પણ ખુશ 
 
હરિ કૃષ્ણા એક્સપર્ટૃસના ચેયરમેન ઢોલકિયા આ વખતે પોતાના ત્રણ કર્મચારીઓ (જેમણે નોકરીના 25 વર્ષ પૂરા કરી લીધા છે.) મર્સિડિઝ બૈંજ આપી છે. આ કર્મચારીઓને કારની ચાવીઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલે આપી.  એક કરોડ રૂપિયાની જીએલ ફોર્મેટિક મૉડલવાળી કાર સરપ્રાઈઝ ભેટ સ્વરૂપે આપી.   
કર્મચારીઓ પર કંપની કરે છે વિશ્વાસ 
 
નિલેશ જાડા (40), મુકેશ ચાંદપારા (38) અને મહેશ ચાંદપારા (43) શરૂઆતી સમયમાં કંપનીમાં સામેલ થયા હતા. પ્રબંધન સહિત વિભાગોની દેખરેખ કરી ચુક્યા છે. આ ભેટ એ ત્રણેયને આપવાની છે. ઢોલકિયાએ જણાવ્યુ કે આ ત્રણેય જ્યારે કંપનીમાં આવ્યા તો તેમની વય 13 થી 15 વર્ષની હતી. તેમણે શીખવાની શરૂઆત ડાયમંડ કટિંગ અને તેને પૉલિશ કરવાથી કરી હતી. હવે આ પોતાના કામમાં મહારથી જ નહી પણ વરિષ્ઠ પણ છે. અમારી કંપનીના સૌથી વિશ્વાસપાત્ર લોકોમાંથી છે. 
 
ઈમાનદારીનું સર્ટિફિકેટ છે કાર 
 
મર્સીડીઝની ચાવીઓ મળ્યા પછી કર્મચારી જાડાએ કહ્જ્યુ - આ ભેટ એ વાતનુ સર્ટિફિકેટ છે કે હુ ઈમાનદારીથી કામ કરી રહ્યો છુ. જ્યારે તમે તમારુ કામ ઈમાનદારી અને મન લગાવીને કરો છો તો તમને તેનુ સારુ પરિણામ મળે છે અને આ એ વાતનું ઉદાહરણ છે. હાલ ઈનોવાથી ચલાવનારા જાડાએ કહ્યુ મારા માલિક આપવા પર વિશ્વાસ કરે છે ને કે કંઈક મેળવવામાં. 
 
પહેલા પણ આપી ચુક્યા છે હજારો કાર 
 
ઉલ્લેખનીય છે કે સાવજી એ સમયે આખા દેશમાં ચર્ચિત થઈ ગયા હતા જ્યારે તેમણે 2014માં દિવાળી બોનસના રૂપમાં પોતાના કર્મચારીઓને 491 કાર અને 207 ફ્લેટ આપ્યા હતા. બીજી બાજુ 2016માં દિવાળી પહેલા કર્મચારીઓમાં 1260 કાર અને 400 ફ્લેટ વહેંચાયા હતા. હરિ કૃષ્ણા એક્સપોર્ટ્સમાં લગભગ 5500થી વધુ કર્મચારીઓ કામ કરે છે. આ કંપનીની વાર્ષિક ટર્નઓવર છ હજાર કરોડ રૂપિયાનું છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર