દેશમાં એક પછી એક પાકિસ્તાની જાસૂસોના નેટવર્કનો પર્દાફાશ થઈ રહ્યો છે. હવે ઉત્તર પ્રદેશ ATS ની કાર્યવાહીમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ વખતે, દિલ્હીના સીલમપુર વિસ્તારના ભંગારના વેપારી મોહમ્મદ હારુનની ધરપકડ કરવામાં આવી છે, જે ખરેખર પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો.
વિઝા મેળવવાના નામે ખંડણી અને જાસૂસી
એટીએસના જણાવ્યા અનુસાર, હારૂન પાકિસ્તાનના વિઝા અપાવવાના નામે લોકો પાસેથી મોટી રકમ વસૂલતો હતો. તે આ રકમ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવતો અને પછી તેનો એક ભાગ પોતાના માટે રાખીને બાકીના પૈસા મુજમ્મલને આપી દેતો. તે રોકડ વ્યવહારો પણ કરતો હતો જેથી તેનો ટ્રેક ન થાય. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે હારૂન મુઝમ્મલ સાથે દેશની આંતરિક સુરક્ષા સંબંધિત સંવેદનશીલ માહિતી શેર કરી રહ્યો હતો.