દિલ્હી પોલીસે છ કથિત આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસનુ કહેવુ છે કે તેમાથી બે ને પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે આ આતંકવાદીઓની ધરપકડ કરી છે. એક ગુપ્ત સૂચનાના આધાર પર પોલીસે કાર્યવાહી કરી. સ્પેશ્યલ સેલને સૂચના મળી હતી કે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી ગ્રુપના લોકો દિલ્હી અને આસપસના વિસ્તારમાં ધમાકો કરવા માંગે છે અને તેમનુ નિશાન ભરચક વિસ્તારવાળુ સ્થાન છે. મળતી માહિતી મુજબ દિલ્હીથી બે આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત ચારની યૂપી અને રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે.