શું છે આખો મામલો?
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેમને DMRC ક્વાર્ટરમાં ઘરવખરીના સામાનમાં આગ લાગી હોવાનો ફોન આવ્યો હતો, ત્યારબાદ છ વાહનો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. આગ પાંચમા માળે લાગી હતી. જ્યારે ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે તેમને ત્રણ લોકોના મૃતદેહ બળીને ખાખ થયેલા જોવા મળ્યા.
ડિસેમ્બર 2025માં આગમાં એક પતિ અને પત્નીનું પણ મોત થયુ.
ડિસેમ્બર 2025ના પહેલા અઠવાડિયામાં, દિલ્હીના ટિકરી કલાનમાં એક દુકાનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ૩૧ વર્ષીય પુરુષ અને તેની પત્નીનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું. મૃતકોની ઓળખ વિનીત અને તેની પત્ની રેણુ તરીકે થઈ હતી. મળતી માહિતી મુજબ, તેઓ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના રહેવાસી હતા. તેમને 10 અને 8 વર્ષના બે પુત્રો છે. પતિ-પત્ની સાથે દુકાન ચલાવતા હતા.