ભોપાલથી ખૂબ જ નાના પાયે દૈનિક ભાસ્કરના પ્રારંભ સાથે શ્રી રમેશજી અને તેમના પુત્રો શ્રી સુધીરજી, શ્રી ગીરીશજી અને શ્રી પવનજીના અથાગ પ્રયાસો જહેમત થી ભાસ્કર ગૃપ દેશના અખબારી ક્ષેત્રે શીરમોર સ્થાને પહોંચેલ. ભાસ્કર ગ્રૂપના નેજા હેઠળ ગુજરાતમાં '' દિવ્ય ભાસ્કર'' દૈનિકની અમદાવાદ - વડોદરા - સુરત - રાજકોટ - ભુજ- ભાવનગરની છ આવૃતીઓ ઉપરાંત સૌરાષ્ટ્ર - ગુજરાતના જીલ્લાઓની જિલ્લા આવૃતિઓ સાથે એક મોટું સામ્રાજ્ય સર્જયું છે. સૌરાષ્ટ્રના તિર્થસ્થાનો પ્રત્યે શ્રી રમેશજીને અપાર લાગણી હતી અને અવારનવાર મુલાકાતે - દર્શનાર્થે આવતા હતા. મળતી વિગતો મુજબ તેઓ સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર ગંભીર હદય રોગને હુમલો આવી ગયેલ. તેમને સ્ટર્લિંગ હોસ્પિટલે લઇ જવાયેલ પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.