બાંગલાદેશના પ્રસિદ્ધ મંદિરથી કાળી મુગટ ચોરી પીએમ નરેંન્દ્ર મોદીએ કર્યુ હતુ ગિફ્ટ

શુક્રવાર, 11 ઑક્ટોબર 2024 (12:59 IST)
Jesorewhari Temple in Bangladesh
બાંગ્લાદેશમાં આ વખતે દુર્ગા પૂજાના સમય હિંદુ સમુદાય ખૂબ ડરમાં છે સખત સુરક્ષાના વચ્ચે મંદિરો અને પાંડાલમાં દુર્ગા પૂજા ઉત્સવ ઉજવાઈ રહ્યુ છે. આ વચ્ચે સતખીરા જીલ્લાના શ્યામનગરમાં સ્થિત પ્રસિદ્ધ જશોરેશ્વરી મંદિરથી કાળી માતાજશોરેશ્વરી મંદિરમાંથી કાલી માતાના મુગટની ચોરી થઈ છે.
 
દ ડેલી સ્ટારની રિપોર્ટના મુજબ આ મુગટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માર્ચ 2021માં મંદિરની તેમની યાત્રાના દરમિયાન ગિફ્ટ કર્યુ હતુ. 
 
પૂજારી નીકળતાની સાથે જ ચોરી
ગુરુવારે બપોરે 2 થી 2.30 વાગ્યાની વચ્ચે મંદિરમાંથી મુગટની ચોરી થઈ હતી. તે સમયે મંદિરના પૂજારી દિલીપ મુખર્જી દિવસની પૂજા કર્યા બાદ નીકળી ગયા હતા. બાદમાં સફાઈ કામદારોએ જોયું કે માતાના માથામાંથી તાજ ગાયબ હતો. શ્યામનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર તૈજુલ ઈસ્લામે કહ્યું છે કે ચોરને ઓળખવા માટે મંદિરના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
 
ચોરાયેલો મુગટ ચાંદીનો બનેલો છે અને તેના પર સોનાનો પરત ચડાવવામાં આવ્યો છે. સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર, જશોરેશ્વરી મંદિર ભારત અને પડોશી દેશોમાં ફેલાયેલી 51 શક્તિપીઠોમાંથી એક છે. 'જશોરેશ્વરી' નામનો અર્થ 'જશોરની દેવી' થાય છે.

 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર