Caller Tune બદલાઈ ગઈ કોરોનાની કોલર ટ્યૂન

ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (12:56 IST)
દેશમાં કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ લગાવાની સાથે ઐતિહાસિક રેકોર્ડ નોંધાવામાં આવ્યો છે. તો વળી 100 કરોડ વેક્સિન ડોઝ લાગતાની સાથે જ આપના મોબાઈલમાં વાગતી કોલર ટ્યૂન બદલાઈ ગઈ છે. જો તમે કોલ કરશો તો, આપને કરોના મહામારી પ્રત્યે એલર્ટ કરતી કોલર ટ્યૂનની જગ્યાએ વેક્સિનેશન અભિયાનની સફળતાનો મેસેજ સંભળાશે. મોબાઈલ ફોન યુઝર્સને કોલ કરવા પર કોરોના મહામારી પ્રત્યે સતર્ક કરવા માટે કોલર ટ્યૂન સંભળાતી હતી. જોકે હવે કોરોના રસીકરણનો આંક 100 કરોડને પાર જવાની કોલર ટ્યૂન સંભળાશે. 
 
વેક્સિનેશન અભિયાનની સફળતાનો મેસેજ સંભળાશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર