ગોધરા નો બદલો લેવા માટે ગુજરાતમા આતંકી હુમલાનુ ષડયંત્ર, ISIS આતંકી શાહનવાજનો મોટો ખુલાસો, નિશાના પર હતી મસ્જિદથી લઈને આશ્રમ

સોમવાર, 8 જાન્યુઆરી 2024 (13:19 IST)
- ઈસ્લામિક સ્ટેટના આતંકી શાહનવાજ આલમે મોટો ખુલાસો
- ગુજરાતમાં મોટા આતંકી હુમલાનુ ષડયંત્ર
 
ISIS Terrorist: દિલ્હી પોલીસની ધરપકડમાં રહેલ ઈસ્લામિક સ્ટેટના આતંકી શાહનવાજ આલમે મોટો ખુલાસો કર્યો છે. પોલીસની પૂછપરછમાં આતંકી શાહનવાજે જણાવ્યુકે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એંડ સીરિયા આઈએસઆઈએસ) ગુજરાતમાં મોટા આતંકી હુમલાનુ ષડયંત્ર રચી રહ્યા હતા. ગુજરાતને બોમ્બ ધમાકાથી કંપાવવાનુ ષડયંત્ર રચાય રહ્યુ હતુ.  ગુજરાને બોમ્બ ધમાકાથી ધ્રુજાવવાનો પ્લાન બનાવ્યો હતો. આતંકવાદીઓએ દિલ્હી પોલીસની પૂછપરછમાં બતાવ્યુ કે ગુજરાતના અનેક શહેર આઈએસઆઈએસના નિશાના પર હતા. 

શાહનવાઝે જણાવ્યું કે તેમના હેન્ડલર અબુ સુલેમાનના નિર્દેશ પર બે આતંકવાદીઓએ અમદાવાદ, વડોદરા અને સુરતને ઘેરી લેવાનો નિર્ણય કર્યો. આઈએસ જાણે છે કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે, તેથી તે મુખ્ય વિસ્તાર છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે આ આતંકી હુમલો ગોધરા રમખાણોનો બદલો લેવા માટે કરવાનો હતો. આતંકવાદી શાહનવાઝની દિલ્હી પોલીસે ગયા વર્ષે ઓક્ટોબરમાં ધરપકડ કરી હતી. તેના માથા પર 5 લાખ રૂપિયાનું ઈનામ હતું.
 
ક્યા વિસ્તારોને નિશાન બનાવવાનુ રચાયુ હતુ ષડયંત્ર ? 
 
પૂછપરછ દરમિયાન આતંકીઓએ જણાવ્યુ કે આઈએસના દહેશતગર્દ ટ્રેન દ્વારા અમદાવાદ પહોચ્યા અને અહી બે દિવસ સુધી રોકાયા. પહેલા દિવસે તેમને  રેલ્વે સ્ટેશનો, સિનેમા હોલ, યુનિવર્સિટીઓ, રાજકીય નેતાઓના VIP રૂટ/માર્ગો (જો કે, તેમને કોઈ નિર્ણાયક માર્ગ મળ્યો ન હતો), અટલ પેડેસ્ટ્રિયન બ્રિજ તેમજ ભીડવાળા બજાર સ્થળોનું નિરીક્ષણ કર્યું. બોહરા સમુદાયની મસ્જિદ/દરગાહ, અમદાવાદમાં મઝાર/દરગાહ, સાબરમતી આશ્રમ જેવા સ્થળો આતંકવાદીઓના નિશાન હતા.
 
બીજા દિવસે સવાર સવારે તેઓ ગાંધીનગર ગયા. અહી આતંકવાદીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય, વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) કાર્યલય, હાઈકોર્ટ જીલ્લા કોર્ટ, સત્ર ન્યાયાલય, બીજેપી કાર્યાલયની મુલાકાત લીધી. આતંકવાદીઓએ અ સ્થળની ફોટોગ્રાફી વીડિયોગ્રાફી કરી, જેથી તેઓ પોતાના નાપાક મકસદને પુરો કરી શકે.  આ કામ માટે તેમણે ત્ય ભાડાની બાઈક લીધી હતી. જેના દ્વારા તેમને આખા શહેરમાં રેકી અને મુખ્ય સ્થાનનોની માહિતી લીધી જેમને ટારગેટ બનાવવાના હતા.  
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર