જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે ગુરુવારે બપોરે કિશ્તવાડમાં વાદળ ફાટ્યું. આ ઘટના પદ્દર સબ-ડિવિઝનની છે. વાદળ ફાટ્યા બાદ અચાનક પૂર આવ્યું છે. આ કિસ્સામાં, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે કિશ્તવાડના ડીસી પંકજ શર્મા પાસેથી ફોન પર માહિતી લીધી છે. ઘટનામાં ભારે વિનાશની શક્યતા છે.