CBSE exam 2021: સીબીએસઈ 12ની બોર્ડની પરીક્ષા મુલતવી અને 10માં ધોરણની પરીક્ષા કેન્સલ, વિદ્યાર્થીઓને પ્રમોટ કરાશે

બુધવાર, 14 એપ્રિલ 2021 (14:52 IST)
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ  (CBSE) 12માની પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. આ ઉપરાંત 10માની એક્ઝામ હાલ કેન્સલ કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષા મંત્રીએ ટ્વીટ કરી આ માહિતી આપી. કોવિડ-10ના વધતા સંક્રમણને જઓતા આ નિર્ણય કર્યો છે. 12માની મે અને જૂનમાં થનારી પરીક્ષાઓ સ્થગિત કરવામાં આવી છે. હવે તેની તારીખ એક જૂન સ્થિતિને સમીક્ષા પછી  નક્કી કરવામાં આવે છે. 10માના સ્ટુડેંટ્સનુ પરિણામ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલ ઓબ્જેએક્ટિવ ક્રાઈટિયા દ્વારા તૈયાર કરવામાં આવશે. 
 
સીબીએસઈની 12 માની પરીક્ષાઓની આગળની સ્થિતિને જોતા નક્કી કરવામાં આવશે. પરીક્ષા શરૂ થતા પહેલા 15 દિન પહેલા બતાવવામાં આવશે. જો કોઈ સ્ટુડેંટ પોતાના માર્ક્સથી સંતુષ્ટ નથી તો તેને એક વધુ પરીક્ષામાં બેસવાની તક મળશે, જેનાથી તે પોતાના માર્ક્સ સુધારી શકે છે. 
 
આ પહેલાં ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિયેશન પણ 10માં અને 12માં બોર્ડની એક્ઝામ પાછી ઠેલવાની માગણી કરી હતી. એસોસિયેશન તરફથી શિક્ષા મંત્રાલયને ચિઠ્ઠી લખવામાં આવી હતી. CBSE બોર્ડની પરીક્ષાઓમાં ઓછામાં ઓછા 30 લાખ સ્ટુડન્ટ્સ સામેલ થવાના હતા. આ માટે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર #CancelBoardExam2021 કેમ્પેન પણ ચાલ્યું હતું.
 
આજે સીબીએસઈ પરીક્ષાઓને લઈને પીએમ મોદીએ કેંદ્રીય શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંક અને અન્ય અધિકારીઓ સાથેની બેઠકમા% આ નિર્ણય લેવામાં આવ્યો છે.  ઉલ્લેખનીય છ એકે વધતા કોરોનાના કેસને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરીક્ષાઓ કેન્સલ કરવાની માંગ કરી હતી. અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કેન્દ્ર સરકાર સાથે પરીક્ષા રદ્દ કરવાની અપીલ કરતા કહ્યુ કે પરીક્ષા કેન્દ્ર વાયરસના સંક્રમણને ફેલાવવામાં સહાયક સાબિત થઈ શકે છે. આ વચ્ચે પંજાબના સીએમ કૈપ્ટન અમરિંદર સિંહે પણ કેન્દ્ર ને પત્ર લખીને 10માંની અને 12માંની બોર્ડ પરીક્ષાઓ સ્થગિત કરવાની અપીલ કરી હતી. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર