પંજાબ કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી પદથી કેમ આપ્યુ રાજીનામુ, અમરિંદર સિંહે છલકાવ્યુ પોતાનુ દુ:ખ

શનિવાર, 18 સપ્ટેમ્બર 2021 (18:21 IST)
કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh) એ રાજીનામુ આપ્યા પછી કહ્યુ કે કોંગ્રેસ જેને ઈચ્છે તેને મુખ્યમંત્રી બનાવે. તેમણે રાજ્યપાલને પોતાનુ રાજીનામુ (Captain Amarinder Singh Resign) સોંપ્યા પછી કહ્યુ કે પાર્ટીની અંદર મારુ અપમાન થઈ રહ્યુ હતુ.  અમરિંદરે કહ્યુ કે પાર્ટીને મારા પર શંકા કેમ હતી, હુ એ સમજી ન શક્યો. કેપ્ટને પોતાના રાજીનામા પછી પોતાનુ દુખ છલકાવ્ય. તેમણે કહ્યુ કે એવુ લાગી રહી હતુ કે મારા પર પાર્ટીને વિશ્વાસ નહોતો.  તેમણે કહ્યુ મે સવારે જ નિર્ણય લઈ લીધો હતો કે સીએમનુ પદ છોડી દઈશ. પાર્ટીને જેના પર વિશ્વાસ હોય તેને પાર્ટી સીએમ બનાવી દે. 
 
આ પછી મેં નક્કી કર્યું કે હું સીએમ પદ છોડી દઈશ. જેની પર તેમને વિશ્વાસ છે, તેમને સીએમ બનાવી દે. ભવિષ્યની રાજનીતિનો અંગે હુ  જ્યારે  સમય આવશે ત્યારે નિર્ણય કરીશ. હું તે લોકો સાથે વાત કરીશ જે મારા સમર્થક છે, તે પછી હું આગળ નિર્ણય કરીશ. હું અત્યારે કોંગ્રેસ પાર્ટીમાં છું. સાથીદારો સાથે વાત કર્યા બાદ ભવિષ્યની રાજનીતિ અંગે નિર્ણય કરીશુ.  
 
ઉલ્લેખનીય છે કે, કેપ્ટન અમરિંદર સિંહના પુત્રએ આ વાતની ચોખવટ કરી હતી કે તેઓ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોની બેઠક પણ બોલાવવામાં આવી છે. તમામ ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રહેવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે  પંજાબ કોંગ્રેસમાં મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો ઝઘડો દિવસો દિવસ ઉગ્ર બનતો જઈ રહ્યો હતો. મામલો થાળે પાડવા માટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખુદ આ મામલો પોતાના હાથમાં લીધો હતો. 
 
હવે કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની ચર્ચા શરૂ થઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેતૃત્વ પરિવર્તનમાં ત્રણ નેતાઓના નામ આગળ છે. જેમાં પંજાબ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ સુનીલ જાખડ, બેઅંત સિંહના પૌત્ર અને સાંસદ રવનીત સિંહ બિટ્ટુ અને પ્રતાપસિંહ બાજવાનુ નામ સામેલ છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર