કેન્સર દર્દીનું બાલ્કનીમાંથી પડીને મોત

ગુરુવાર, 16 નવેમ્બર 2023 (14:16 IST)
પૂર્વી દિલ્હીના મધુ વિહારમાં તેમના સંબંધીના ઘરની બાલકનીથી પડવાથી 47 વર્ષના એક કેંસર દર્દીઈ બુધવારે સવારે મોત નીપજ્યુ હતું. પોલીસએ જણાવ્યુ છે કે સવારે આસહરે પોણ ચાર વાગ્યે સૂચના મળી કે શારદા નંદ માંઝી તેમના દીકરા રાહુઅએ મેક્સ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે તેને સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યો. જ્યારે પોલીસ હોસ્પિટલ પહોંચી તો પૂછપરછ દરમિયાન તેમને ખબર પડી કે કેન્સરનો દર્દી માંઝી બિહારનો ખેડૂત હતો. અધિકારીએ કહ્યું કે તે દિલ્હીમાં તેના જમાઈના ઘરે આવ્યો હતો અને મેક્સ હોસ્પિટલમાં કેન્સરની સારવાર કરાવી રહ્યો હતો.
 
પોલીસે જણાવ્યું કે બુધવારે સવારે 3 વાગ્યાની આસપાસ માંઝી શૌચ કરવા માટે ઉઠ્યો પરંતુ ઘરની બાલ્કનીમાંથી પડી ગયો. પોલીસે કહ્યું કે તેને મેક્સ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો જ્યાં તેનું મોત થયું. પોલીસે જણાવ્યું હતું કે ઘટના સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ હજુ સુધી કોઈ ગેરરીતિ મળી નથી.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર