અમિત શાહે બંગાળમાંથી TMCને સત્તામાંથી ઉખાડી ફેંકવાનુ લીધુ પ્રણ, જય શ્રીરામના ઉદ્દઘોષ સાથે મમતા પર લગાવ્યા આરોપ

શનિવાર, 19 ડિસેમ્બર 2020 (15:13 IST)
પશ્ચિમ બંગાળની મિદનાપુરની રેલીમાં ગૃહમંત્રી અમિત શાહે મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યા. તેમણે 'ભારત માતા કી જય' ની ઘોષણા સાથે રેલીની શરૂઆત કરી હતી અને રેલીના અંતમાં 'જય શ્રી રામ', 'ભારત માતા કી જય' અને 'વંદે માતરમ'થી ભાષણ સમાપ્ત કર્યું હતું.
 
અમિત શાહની મિદનાપુરની રેલીની ખાસ વાતો 
 
1 પશ્ચિમ બંગાળમાં અમારી પાસે એક સાંસદ, નવ ધારાસભ્યો, એક પૂર્વ પ્રધાન, એક એમઓએસ, 15 કાઉન્સિલર્સ, 45 અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના બે અધ્યક્ષ જોડાયા છે. કોંગ્રેસ, ટીએમસી, સીપીએમના સારા લોકો પીએમ મોદીના નેતૃત્વ હેઠળ કાર્ય કરવા માટે આજે ભાજપમાં જોડાયા છે.
 
2- દીદી કહે છે કે ભાજપમાં દલ બદલ કરવા આવે છે. દીદી, હું તમને યાદ કરાવવા આવ્યો છું કે તમારો મૂળ પક્ષ કયો છે - શું તૃણમૂલ કોંગ્રેસ ક્યરેય હતી? જ્યારે તમે કોંગ્રેસ છોડીને તૃણમૂલની રચના કરી ત્યારે તે પક્ષ બદલાયો નથી? ચૂંટણી આવતા આવતા મમતા બેનર્જી એકલા પડી જશે.
 
3 કેટલાક મોટા નેતાઓએ કહ્યું કે બંગાળમાં તૃણમૂલને કોઈ હરાવી શકશે નહીં. હું તેમને યાદ અપાવવા માંગુ છું કે સંસદની ચૂંટણીની અંદર તેઓ કહેતા હતા કે ભાજપનું ખાતું ખોલશે નહીં. અમારા દિલીપ ઘોષની અધ્યક્ષતામાં અને મોદીજીની આગેવાની હેઠળ ભાજપે 18 બેઠકો જીતી લીધી છે.
 
4- જ્યારે વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો આવે ત્યારે જોઈ લેજો આ વખતે 200 થી વધુ બેઠકો સાથે ભાજપ સરકાર બનવાની છે. તમે બંગાળના વિકાસનું વચન આપ્યું હતું. બંગાળનો વિકાસ તો થયો નહી પણ અહી ટોલબાજી વધી. તમે ભ્રષ્ટાચારને દૂર કરવાનું વચન આપ્યું હતું, મોદીજીએ અંફાન  વાવાઝોડા માટે જે પૈસા આપ્યા હતા તે ટીએમસી ગુંડાઓને આપી દીધા. મોદીજીએ ગરીબ લોકો માટે જે અનાજ આપ્યુ હતુ તે ટીએમસીના ગુંડા ચપત કરી ગયા.  કોર્ટે સીએજી તપાસનો આદેશ આપ્યો હતો. મમતા બેનર્જી તમને શરમ આવવી જોઈએ. 
 
5.  અમારી પાર્ટીના પ્રમુખ જે.પી.નડ્ડાના કાફલાના વાહનો ઉપર હુમલો કર્યો, શું અમે ડરી જઈશુ ? અમારા 300 થી વધુ કાર્યકર્તાઓ માર્યા ગયા છે. તમે જેટલી હિંસા કરશો તેટલા જોરશોરથી ભાજપના કાર્યકરો તમારો સામનો કરશે. કેટલા લોકોને મારશો.  આખું બંગાળ તમારી વિરુદ્ધ થઈ ગયું છે.
 
6. ભારતીય જનતા પાર્ટી જ બંગાળની બધી સમસ્યાઓ હલ કરી શકે છે. ચૂંટણી સુધી, આપણે બધા ભાજપના કાર્યકર્તાઓએ ટીએમસીને હરાવવા માટે કામ કરવું પડશે. હું કોંગ્રેસ, ટીએમસી અને ડાબેરીઓથી ભાજપમાં આવતા તમામ નેતાઓ અને તેમના સાથીદારોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.
 
7  હુ બંગાળના લોકોને વિશ્વાસ અપાવુ છુ કે તમે કોંગ્રેસને ત્રણ દાયકા આપ્યા, ડાબેરીઓને તક આપી, મમતાને 10 વર્ષ આપ્યા હવે ભાજપને પાંચ વર્ષ આપો, અમે બંગાળને સોનાર બાંગ્લા બનાવી દઈશું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર