Bengal Train Accident: મૈનાગુડીમાં પાટા પરથી ઉતરી પટના-ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ, મોટી સંખ્યામા થયા લોકો ઘાયલ

ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (17:53 IST)
પશ્ચિમ બંગાળના મૈનાગુડીમાં એક મોટી ટ્રેન દુર્ઘટનાની માહિતી પ્રાપ્ત થઈ છે. મળતી માહિતી મુજબ, પટનાથી ગુવાહાટી જઈ રહેલી બિકાનેર એક્સપ્રેસને મૈનાગુડીમાં અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં ચાર કોચ પાટા પરથી ઉતરી જવાના અહેવાલ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે રહ્યા છે. અને સ્થિતિની માહિતી મેળવવામાં આવી રહી છે. ટ્રેન દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો હજુ પણ ડબ્બામાં ફસાયેલા છે અને લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

 
અલીપુરદ્વાર ડીઆરએમ દિલીપ કુમાર સિંહે કહ્યું, “પ્રાથમિક સ્તરે માહિતી પ્રાપ્ત થઈ છે. અમે ઘટના સ્થળે પહોંચી રહ્યા છીએ. અમારી પ્રાથમિકતા ઘાયલ લોકોને બહાર કાઢવાની છે. ચાર કોચ પલટી ગયા હોવાના અહેવાલ છે. રાહત માટે વિવિધ ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે.


ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસની ટ્રેન નંબર 15633 છે અને તે લગભગ 5 વાગે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માત મૈનાગુડી પહેલા ડોમોહાની પાસે થયો હતો. ટ્રેન બિકાનેરથી ગુવાહાટી જઈ રહી હતી. અલીપુરદ્વાર ડીઆરએમ દિલીપ કુમાર સિંહે કહ્યું, “પ્રાથમિક સ્તરે માહિતી પ્રાપ્ત થઈ છે. અમે ઘટના સ્થળે પહોંચી રહ્યા છીએ. અમારી પ્રાથમિકતા ઘાયલ લોકોને બહાર કાઢવાની છે. ચાર કોચ પલટી ગયા હોવાના અહેવાલ છે. રાહત માટે વિવિધ ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે. ટ્રેનમાં સવાર એક વ્યક્તિએ જણાવ્યું કે, અચાનક ટ્રેનમાં જોરદાર ઝાટકો લાગ્યો અને કોચ પલટી ગયા. તેણે કહ્યું કે બે કોચ ખરાબ રીતે ક્રેશ થયા છે.
 
ઘટના સ્થળ પર લગાવવામાં આવી રહી છે લાઇટ , હોસ્પિટલો સાથે પણ કરવામાં આવ્યો છે સંપર્ક 
 
રેલવે તરફથી એ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે જે કોચ પલટી ગયા છે તેઓ સામાન્ય કોચ છે અથવા તેઓ આરક્ષિત કોચ છે. રેલવેને રિઝર્વેશન લિસ્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી કરીને આ અંગે જાણી શકાય. સાથે જ ઘટના સ્થળ પર લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે,  કારણ કે ધીમે ધીમે અંધારુ થવા માંડ્યુ છે. આવી સ્થિતિમાં રાહત કાર્ય ચાલુ રાખવા માટે પ્રકાશની જરૂર પડશે. સરકારી હોસ્પિટલોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને લોકોને ત્યાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે

મમતા બેનર્જીએ આપ્યો રાહત બચાવ કરવાનો આદેશ 
 
પીએમ નરેન્દ્ર મોદીની સાથે સીએમ મમતા બેનર્જીની વર્ચુઅલ બેઠક ચાલી રહી હતી. એ સમયે દુર્ઘટનાની માહિતી મળી. સીએમ મમતા બેનર્જીએ ઉત્તર બંગાળના સરકારી અધિકારીઓ સાથે વાતચીત કરી છે અને દુર્ઘટના સ્થળ પર જવાનો આદેશ આપ્યો. આ સાથે જ રાહત બચાવ કાર્યમાં લાગી જવાનો પણ આદેશ આપ્યો છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર