જો બાબર ન આવતો તો ભારત કેવુ હોત ?

બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (11:31 IST)
વેલેંટાઈન ડે પ્રેમનુ પ્રતીક માનવામાં આવે છે. આજના દિવસે  અર્થશાસ્ત્રીનો જન્મ થયો હતો. બોલીવુડની સ્ટાર મધુબાલા પણ આજના દિવસે બર્થડેનો ઉત્સવ મનાવતી હતી. 
 
પણ આજના જ દિવસે એક વધુ ઐતિહાસિક વ્યક્તિ અને કદાચ વિવાદાસ્પદ પણ નો જન્મ થયો હતો. વિવાદાસ્પદ તેથી કારણ કે ભારતમાં કેટલાક લોકો તેને આક્રમણકારી કહે છે અને અયોધ્યામાં બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ વિવાદ માટે જવાબદાર માને છે. 
 
પણ તેમનુ વ્યક્તિત્વ વિવિધ રંગોથી ભરેલુ હતુ. તેઓ કોઈ બીજા નહી પણ ભારતના ગુગલ સામ્રાજ્યના સંસ્થાપક બાબર હતા. 
 
જહીરુદ્દીન મોહમ્મદ બાબરનો જન્મ 14 ફેબ્રુઆરી 1483માં અન્દિજાનમાં થયો હતો. જે હાલ ઉજ્બેકિસ્તાનનો ભાગ છે. આક્રમણકારી હોય કે વિજેતા પણ એવુ લાગે છેકે બાબર વિશે સામાન્ય રીતે લોકોને ન તો વધુ માહિતી છે કે ન તો વધુ રસ. 
 
મુગલ સમ્રાટોમાં અકબર અને તાજ મહેલ બનાવનારા શાહજહાનુ નામ સૌથી ઉપર છે પણ જેવ કે ઈતિહાસકાર હરબંસ મુખિયા કહે છે, "બાબરનુ વ્યક્તિત સંસ્કૃતિ, સાહસિક ઉતાર ચઢાવ અને સૈન્ય પ્રતિભા જેવી ખૂબીયોથી ભરેલુ હતુ." 
 
મુખિયા કહે છે કે જો બાબર ભારત ન આવતો તો ભારતીય સંસ્કૃતિના ઈન્દ્રધનુષના રંગ ફીકો રહેતો. તેમના મુજબ ભાષા, સંગીત, ચિત્રકલા, વાસ્તુકલા, કપડા અને ભોજનના મામલામાં મુગલ યોગદાનને નકારી નથી શકાતી. 
 
 
બાબર વિશે રસપ્રદ વાતો.... 
 
1. હરબંસ મુખિયા કહે છે કે આ એક ગેરસમજ છે કે અયોધ્યાની વિવાદાસ્પદ બાબરી મસ્જિદ બાબરે બનાવી હતી. તેમના મુજબ બાબરી મસ્જિદનો ઉલ્લેખ તેમના જીવતા રહેતા સુધી કે તેમના મર્યા પછી અનેકો વર્ષો સુધી ક્યાક નથી જોવા મળ્યો. 
2. બાબરે 1526માં પાનીપતની લડાઈમાં જીતની ખુશીમાં પાનીપતમાં જ એક મસ્જિદ બનાવી હતી જે આજે પણ ત્યા જ ઉભી છે. 
 
3. બાબર દુનિયાનો પ્રથમ શાસક હતો જેણે પોતાની આત્મકથા લખી. બાબરનામા તેમના જીવનની નિષ્ફળતા અને સફળતાઓથી ભરી પડી છે. 
4. હરબંસ મુખિયા મુજબ બાબરનો વિચાર હતો કે ક્યારેય હાર ન માનશો. તેમને સમરકંદ(ઉજ્બેકિસ્તાન) મેળવવાનુ જુનૂન સવાર હતુ. 
 
તેમણે સમરકંદ પર ત્રણ વાર કબજો કર્યો. પણ ત્રણેય વાર તેમણે શહેરથી હાથ ધોવા પડ્યા. જો તેઓ સમરકંદના રાજા બન્યા રહેતા તો કદાચ કાબુલ અને ભારત પર રાજ કરવાનુ ક્યારેય વિચારત નહી. 
5. ભારતમાં ભલે બાબરને એ સન્માન ન મળ્યુ જે તેમના પિતા અકબરને મળ્યુ હતુ પણ ઉજ્બેકિસ્તાનમાં બાબરનો એ જ દરજ્જો છે જે ભારતમાં અકબરને. 
6. તેમના પુસ્તકના અનેક શબ્દો ભારતમાં પ્રચલિત છે. મેદાન શબ્દ ભારતમાં પહેલીવાર બાબરનામામાં વપરાતો જોવા મળ્યો. પ્રોફેસર હરબંસ મુખિયા કહે છે કે આજે પણ ભારતમાં બોલાનારી ભાષાઓમાં તુર્કી અને ફારસી શબ્દોનો પ્રયોગ સામાન્ય છે. 
 
તેને 1930-40 માં રાજ કરનારા એક મરાઠી હાકિમનુ ઉદાહર આપતા કહ્યુ કે તેમને પોતાની ભાષામાં ઉર્દૂ અને ફારસી શબ્દોથી પાક કરવા માટે એક ફરમાન રજુ કર્યુ.  
 
તેમના એક સલાહકારે કહ્યુ કે હુજૂર ફરમાન સહિત અમારા ફરમાનમાં ઉપયોગ કરવામાં આવેલ 40 ટકા શબ્દ ફારસી અને ઉર્દૂના છે. 
7. પ્રોફેસર મુખિયા મુજબ તુર્ક ભાષામાં કવિતા લખનારી બે મોટી હસ્તિયો ગુજરી તેમાથી એક બાબર હતો. 
 
8. બાબરની કઠોરતાની મસાલો મળે છે. પણ તેની મુદુલતાના પણ અનેક ઉદાહરણ છે. એકવાર તેઓ જંગની તૈયારીમાં લાગ્યા હતા કે કોઈને તેમને તરબૂચ રજુ કર્યુ. બાબરની ખુશીના માર્યા રડી પડ્યા. વર્ષોથી  તરબૂચ જોયુ જ નહોતુ. 
 
9. બાબર 12 વર્ષની વયમા રાજા બન્યા પણ 47 વર્ષની વયમાં મરતા સુધી તેઓ યુદ્દ કરતા રહ્યા. 
 
તેમ છતા બાબરે પારિવારિક જવાબદારીઓ નિભાવી. તેમની જીંદગી પર મા અને નાનીની ઊંડી અસર હતી જેમને તેઓ અતિશય પ્રેમ કરતા હતા. તેઓ પોતાની મોટી બહેન માટે એક આદર્શ ભાઈ હતા. 
 
10 મુગલ બાદશાહ હૂમાંયૂ બાબરના સૌથી નાના પુત્ર હતા.  તેમને માટે બાબર એક સમર્પિત પિતા હતા. હુમાયૂ એકવાર ખૂબ બીમાર પડી ગયા. બાબરે બીમાર હૂમાયૂના શરીરના ત્રણ ફેરા કર્યા અને ખુદા પાસે દુઆ માંગી કે તેમના પુત્રને સ્વસ્થ કરી દો અને તેમના સ્થાન પર ખુદનો જીવ લઈ લો. 
 
હુમાયૂ તો ઠીક થઈ ગયા પણ કેટલાક મહિના પછી બીમાર થયા તેમનુ મોત થઈ ગયુ. 
 

વેબદુનિયા પર વાંચો