અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં દર્શનના સમયમાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 6 ફેબ્રુઆરીથી નવા સમયની જાહેરાત કરી છે, જે અંતર્ગત હવે ભક્તો સવારે 6:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી રામલલાના દર્શન કરી શકશે.